આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કિંમત ઓછામાં ઓછી દસગણી છે. અને જો આપણે આડકતરી નુકસાનીનો હિસાબ પણ કરીએ તો એ નુકસાનીની કિંમત આંકી ન શકાય એટલી બધી છે.

છાણનો પૂરો સદુપયોગ તેનું ખાતર કરવામાં જ છે. ખેતીશાસ્ત્રના જાણકારોનો અભિપ્રાય છે કે છાણને બાળી નાખવાથી આપણા ખેતરોનો કસ ઓછો થયો છે. ખાતર વિનાનું ખેતર એ ઘી વિનાના લાડુ જેવું લૂખું સમજવું. છાણને બાળીને રસાયણનું ખાતર વેચાતું લેનાર મૂર્ખ ખેડૂતો તો હિંદુસ્તાનમાં નહિ જ હોય એમ હું માની લઉં છું. અને રસાયણના ખાતરની કિંમત છાણના ખાતરની સાથે સરખાવતાં ઘણી ઓછી છે એમ પણ ખેડૂતોની માન્યતા છે. રસાયણી ખાતારોનો જેમ લાભ છે તેમ ગેરલાભ પણ છે. જોકે શાસ્ત્રજ્ઞોના પ્રયોગો હજુ પૂરા નથી થયા, તોપણ તેઓમાં ઘણા એમ માને છે કે રસાયણી ખાતર વાપરીને જથો ઘણી વાર વધારાય છે, ઘણી વાર શોભા વધારાય છે, પણ ગુણની તો હાનિ થાય છે. કેટલાક વૈજ્ઞાનિકોની એવી માન્યતા છે કે રસાયણી ખાતરથી ધારેલા માપના ખેતરમાં ઘઉં વધારે પેદા થશે, દાણો રૂપાળો અને મોટો થશે. પણ કુદરતી