આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


૪.
ગામના રોગ

લોકકેળવણીનો વિચાર કરતાં અક્ષરજ્ઞાનની આવશ્યકતાને બહુ જ ગૌણ સ્થાન મળે છે. જીવનનનાં મુખ્ય અંગોને સારુ અક્ષરને સ્થાન જ નથી એમ કહી શકાય. મોક્ષ એ આપણી આત્યંતિક સ્થિતિ છે. કોણ ના પાડશે કે ઐહિક અને પારલૌકિક મોક્ષને સારુ અક્ષરની જરૂર નથી? કરોડોના અક્ષર જ્ઞાનને સારુ, સ્વરાજપ્રપ્તિને સારુ આપણે રોકાવું પડે તો સ્વરાજપ્રાપ્તિ લગભગ અશક્ય જેવી થઈ પડે. અને દુનિયાના મહાન શિક્ષકો જેવા કે ઈશુ ઈત્યાદિને અક્ષરજ્ઞાન હતું એવું કોઈએ કહ્યું નથી.

આ લેખમાળાની કલ્પનામાં અક્ષરજ્ઞાન છેલ્લે આવે છે. તે સાધન છે, સાધ્ય નથી. સાધન તરીકે તેનો ઘણો ઉપયોગ છે એ વાત જગજાહેર છે. પણ કામધંધામાં પડેલા, ઉંમરે પહોંચેલા કરોડો ખેડૂતોને સારુ કયા જ્ઞાનની આવશ્યકતા છે એનો