આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વિચાર કરતાં આપણે જોઈએએ છીએ કે અક્ષરજ્ઞાનના પહેલાં અનેક વસ્તુઓ એવી છે કે જેનું જ્ઞાન તેમને આજે મળી જવું જોઈએ. મિ. બ્રેનના પુસ્તકમાંથી કેટલાક ભાગનો સાર મેં આપ્યો છે તેમાંથી પણ આપણને એ જ વસ્તુ મળે છે.

આ દૃષ્ટિએ આપણે ગામડાંની સ્વચ્છતાનો વિચાર કરી ગયા. આગલાં પ્રકરણોમાં બતાવ્યા તે સુધારાનું જ્ઞાન ખેડૂતો તુરત પામી શકે છે. તે જ્ઞાન મેળવવામાં જે વસ્તુ આડે આવે છે તે ખરા શિક્ષકોનો અભાવ ને ખેડૂતોનું આળસ.

આજે આપણે ગામડાંના સામાન્ય વ્યાધિનો વિચાર કરવો છે. ગામડાંમાં રહેનાર બધા સાથીઓને અનુભવ મળ્યો છે કે સામાન્ય રોગ તાવ, બંધકોશ અને ફોડા હોય છે. બીજા અનેક વ્યાધિ હોય છે, પણ તેનો વિચાર અત્યારે કરવાની જરૂર નથી. જે રોગથી પીડાતાં ખેડૂતોને પોતાના કામમાં ખલેલ આવે છે તે તો ઉપરના ત્રણ રોગ છે. આના ઘરઘરાઉ ઈલાજ તેમણે જાણી લેવાની બહુ જરૂર છે. આ વ્યાધિઓની ઉપેક્ષા કરીને આપણે કરોડો રૂપિયાનું નુકસાન પામીએ છીએ. છતાં આ રોગોનું નિવારણ બહુ સહેલાઈથી થઈ શકે છે. મરહૂમ દાકતર દેવની દેખરેખ નીચે જે કામનો