આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આરંભ ચંપારણમાં થયો હતો તે કામમાં આ રોગોનું નિવારણ હતું જ. સ્વયંસેવકોની પાસે ત્રણ દવાથી ચોથી દવા નહોતી રહેતી. ત્યારબાદનો અનુભવ પણ એ જ સૂચવે છે. પણ આ લેખમાળાની કલ્પનામાં એ ઉપાયો યોજવાની રીત બતાવવાનું નથી રાખ્યું. એ આખો નોખો અને રસિક વિષય છે. અહીં બતાવવાનું તો એ છે કે આ ત્રણ વ્યાધિઓના શાસ્ત્રીય ઉપચાર કરતાં ખેડૂતોને શીખવવું જોઈએ, અને એ શીખવવું સહેલું છે. જો ગામની સ્વચ્ચતા સધાય તો ઘણા રોગો થતા જ અટકે. અને વૈદ્ય માત્ર જાણે છે કે રોગનો સર્વોત્તમ ઇલાજ તેને થતો અટકાવવો એ છે. બદહજમી અટકાવતાં બંધકોષ અટકે; ગામની હવા સ્વચ્છ રાખતાં તાવ અટકે. ગામનું પાણી સ્વચ્છ રાખવાથી અને નિત્ય સ્વચ્છ પાણીથી નહાવાથી ફોડા અટકે. ત્રણે રોગ થઈ આવે તો એનો સરસ ઉપચાર ઉપવાસ છે, અને ઉપવાસ દરમ્યાન કટીસ્નાન અને સૂર્યસ્નાન છે. આ વિષે વિગતવાર વિચાર 'આરોગ્ય વિષે સામાન્ય જ્ઞાન'માં છે. દરેક સ્વયંસેવકને એ જોઈ જવાની મારી ભલામણ છે.

ગામડાંમાં ઇસ્પિતાલ હોવી જોઈએ, અથવા તે નહિ તો એક ડિસ્પેન્સરી તો હોવી જ જોઈએ,