આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આ વસ્તુ ગામડિયા નથી જાણતા અથવા જાણાતા છતાં તેને વિષે બેદરકાર રહે છે, એ આપણે સૌ જાણીએ છીએ. તેથી ગ્રામસેવકે ગામડિયાઓને આપવાની કેળવણીના કાર્યક્રમમાં પાણી વિષેની કેળવણી પણ બહુ મહત્ત્વનો વિષય છે, અને તે આપતાં સેવકની ધીરજની કસોટી થઈ રહે તેમ છે. ગ્રામવાસી પોતે મહેનત કરીને પાણી સાફ રાખવાના ઉપચારો શોધે કે યોજે એવી આશા સરખીએ ન કરી શકાય. ધીમે ધીમે ગ્રામવાસીઓને પાણી સ્વચ્છ રાખવાના ફાયદા અને નિયમનો બતાવવા રહ્યા અને તે કામ કરવામાં તેમની મદદ લેવી રહી. ઘણી જગ્યાએ તો એવું બને છે કે પોતાના ફાયદાની વસ્તુ હોવા છતાં ગ્રામવાસી મદદ કરવા તૈયાર જ નથી હોતા. ત્યારે સેવકે પોતે એકલા મજૂરી કરી, બની શકે એટલું એકલે હાથે કામ કરી ગ્રામવાસીને શરમાવવા રહ્યાં.

હવે શું કરવું એ જરા તપાસી લઈએ. ઘણાં ગામડાંમાં એક જ તળાવ હોય છે. તેમાં ઢોર પાણી પીએ છે, માનુષ્ય નહાયધુએ છે, વાસણા ઊટકે છે, કપડાં ધુએ છે, અને તે જ પાણી પીવામાં લે છે. આરોગ્યશાસ્ત્ર જાણનારાઓએ અનેક અખતરા કરીને સિદ્ધ કરી આપ્યું છે કે આવા પાણીની અંદર