આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કે જેથી ત્યાં કીચડ ન થાય. પીવાનું પાણી ભરવાના વાસણો બહાર સાફ કરીને જ તળાવમાં બોળાય. અને એમાં સગવડ એવી રાખેલી હોવી જોઈએ કે જેથી પાણી ભરનારના પગ પાણીમાં ન પડે. આ એકા સ્થિતિને લાગતી વાત થઈ. કેટલાંક ગામડામાં એક થી વધારે તળાવ હોય છે અથવા કરી શકાય એવી ગોઠવણ હોય છે. ત્યાં પાણી પીવાનું તળાવ નોખું જ હોવું જોઈએ.

ત્રીજી જાતના ગામમાં કૂવા હોય છે. આ કૂવાનું પાણી સાફ રહેવું જોઈએ. તેથી તેની આસપાસ બંધ હોવો જોઈએ ને કીચડ ન હોવો જોઈએ. આ બધું સેવકે જાતે કરી ગ્રામવાસી પાસે કરાવવું રહ્યું. આ કેળવણી સસ્તી, ખરી અને આવશ્યક છે.