આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આજે તો ‘છાશમાં માખણ જાય ને નાર ફૂવડ કહેવાય.’ એવો ધંધો ચાલે છે. ચોમાસામાં આવા રસ્તામાં એટલો કાદવ થાય છે કે તેમાંથી ગાડું હાંકવું મુશ્કેલ થાય ને માણસોને તરવું પડે અથવા કેડ લગી ભીના થઈને જવું પડે. અનેક પ્રકારના રોગો ફેલાય એ લહાણીમાં મળ્યા ગણાય.

જ્યાં ગામ ઉકરડા જેવું હોય, જ્યાં તળાવકૂવાની કોઈ દરકાર ના કરતું હોય, જ્યાં રસ્તા જેવા ચાચા આદમના સમયમાં હતા તેવા જ આજે હોય ત્યાંનાં બાળકોની શી હાલત હોય? બાળકોનું વર્તન, તેમની સભ્યતા ગામની હાલતનો પડછંદો હોય. તેમને જોઈએ તો તેમની દરકાર પણ ગામડાંનાં રસ્તાની જેવી લેવાતી હોય. આમાં પણ હમણાં પાડીએ તો વિષયાંતર થાય.

ત્યારે આ રસ્તાનું શું કરવું ? લોકોમાં સહકાર હોય તો વગર મૂલ્યે અથવા કાંકરા વગેરેનો થોડા જ ખર્ચથી પાકા રસ્તા ગ્રામવાસીઓ બનાવી પોતાના ગામની કિંમત વધારી શકે, ને આ સહકારી કાર્ય વાટે મોટાંનાનાં બધાં ખરી કેળવણી મફત પામે. ગ્રામવાસીઓ મજૂર મારફતે કંઈ કામ બનતાં લગી ન લે. ગ્રામવાસી બધા ખેડૂત હોય એટલે બધા સ્વતંત્ર રીતે પોતાના મજૂર જ હોય. જરૂર