આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જો ગ્રામવાસી બધા ગામડાની સ્વચ્છતા, શોભા ને રક્ષાને સારુ પોતાને જવાબદાર ગણે તો ઘણો સુધારો તુરત અને લગભગ વગર પૈસે થાય. એટલું જ નહિ પણ આવજાની સાગવડોની અને આરોગ્યની વૃદ્ધિને લીધે ગામની આર્થિક સ્થિતિ ઘણી સારી થાય.

રસ્તા સાફ કરવામાં થોડા બુદ્ધિપ્રયોગ ની જરૂર પડે છે. નકશાની વાત તો હું કરી ગયો. બધાં ગામેન રસ્તા સારાને પાકા બનાવવાની એક જ જાતની સગવડો નથી હોતી. કોઈની પાસે પથ્થરો હોય, બિહારના કેટલાક પ્રદેશોમાં ગોતતાં પણ પથ્થર ન મળે. રસ્તા પાકા કરવાને સારુ કયા ઉપાયો કરવા એ શોધવાનું કામ આ લેખમાળાને અંગે કાલ્પાયેલા સ્વયંસેવકોનું છે. ગ્રામસેવક આસપાસ ફરીવળે, આ બાબતમાં સરકારી પ્રથામાંથી કંઈક શીખવાનું મળે તો શીખે. સરકાર રસ્તા પાકા કરવાને સારુ જે ઉપાયો યોજાતી હોય તેમાંથી જે ગ્રાહ્ય હોય તે લેવાય. કેટલીક વેળા ગામના બુઢ્ઢા લોકોને આવી બાબતનું વ્યવહારુ જ્ઞાન ખૂબ હોય છે. તે શોધતાં ને તેનો ઉપયોગ કરતાં ગ્રામસેવક સંકોચ ન જ કરે. અને જેમ બીજી બાબતોમાં તેમ આમાં પોતાની જાતમહેનતનો દાખલો બેસાડી ગ્રામસેવક રસ્તા પાકા બનાવવાનો આરંભ કરે.