આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ખેડૂતોની હાલત વિષે આપણા અગ્રેસરોએ થોડી માહિતી મેળવી છે, થોડું લખ્યું છે, ધારાસભામાં પણ ચર્ચા કરી છે, એમ છતાં એ હાલતનો અનુભવ નહિ હોવાથી તેમાં ખરો સુધારો થઈ શક્યો નથી.

સરકારી અમલદારોએ ખેડૂતોની હાલત બેશક જાણી છે, પણ આમલદારોની સ્થિતિ ખરેખરી દયાજનક છે. એમણે અમલદારોની દૃષ્ટિએ એટલે મહેસૂલ ઉઘરાવવાની દૃષ્ટિએ ખેડૂતોને જોયા છે. વધારેમાં વધારે વિઘોટી નાંખી શકે, ઉઘરાવી શકે એ અમલદાર ચડે, તેને ખિતાબ મળે, અને તે હોશિયાર ગણાય. જે દૃષ્ટિએ જે ચીજને આપણે તપાસીએ તે જ દૃષ્ટિએ તેને આપણે જોઈ શકીએ છીએ. એટલે જ્યાં સુધી કોઈએ ખેડૂતની નજરે ખેડૂતની હાલત તપાસી નથી ત્યાં સુધી તે હાલતનો આબેહૂબ ચિતાર આપણને મળવાનો નથી.

તોપણ કેટલેક દરજ્જે આપણે એ હાલત જાણી શકીએ છીએ . હિંદુસ્તાન કંગાલ છે. હિંદુસ્તાનમાં લાખો માણસોને એક જ ટંક ખાવાનું મળે છે. એ બધાનો અર્થ એટલો જ કે હિંદુસ્તાનના ખેડૂતો કંગાલ છે. અને તેઓમામ્ના ઘણાને એક જ ટંક ખાવાનું મળે છે. ખેડૂતો કોણ? હજારો વીઘાંના