આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

માલિક એ પણ ખેડૂત; જેની પાસે એક વીઘું જમીન છે એ પણ ખેડૂત; અને જેની પાસે એક વીઘું જમીન નથી પણ જે બીજાને તાબે રહી ખેતી કરી ભાગમાં કાંઈક દાણો મેળવે છે એ પણ ખેડૂત: અને છેવટે મેં ચમ્પારણમાં એવા પણ હજારો ખેડૂતોને જોયા છે કે જેઓ સાહેબલોકની તેમજ આપણા લોકોની કેવળ ગુલામગીરી જ કરે છે અને જેમાંથી જન્મભર છૂટી શકતા નથી. આ જુદા જુદા પ્રકારના ખેડૂતોની ખરેખરી સંખ્યા આપણને કદી મળવાની નથી, વસ્તીપત્રક બનાવવાની પણ રીત હાય છે. ખેડૂતોની સ્થિતિ તપાસવાને અર્થે વસ્તીપત્રક બનાવવામાં આવે તો એ આપણને આશ્ચર્ય પમાડે અને શરમાવે તેવી ખબરો આપે. ખેડૂતોની દશા સુધારવાને બદલે દિવસે દિવસે બગડતી જાય છે એવી મારો અનુભવ છે. જે ખેડા જિલ્લો આબાદ ગણાય છે ત્યાં પણ જેઓ સારાં ઘર બાંધી શક્યા છે તેઓ તેમાં સમારકામ કરવાને શક્તિમાન રહ્યા નથી. તેઓના ચહેરા ઉપર આપણે આશા રાખી શકીએ એવું તેજ નથી તેઓનાં શરીર જોઈએ તેવાં મજબૂત નથી. તેમનાં છોકરાં રેંજીપેંજી જોવામાં આવે છે. ગામડાઓમાં મરકીએ પ્રવેશ કર્યો છે. બીજા ચેપી રોગોથી પણ