આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

લોકો પીડાય છે. મોટા પાટીદારો કરજના બોજા નીચે કચરાયેલા છે. મદ્રાસનાં ગામડાંઓમાં જતાં તો કમકમાટ જ આવે. જોકે જેવો ગાઢો અનુભવ મને ખેડા અને ચમ્પારણનો છે તેવો મદ્રાસનો નથી, તોપણ ત્યાંનાં જે ગામડાં મેં જોયાં છે તેની સ્થિતિ ઉપરથી મદ્રાસના ખેડૂતોની કંગાલિયતનો મને સારો ખ્યાલ આવી શકે છે.

હિંદુસ્તાનને સારુ આ મોટામાં મોટો સવાલ છે. એ સવાલનો ફડચો કેમ થઈ શકે ? ખેડૂતોની હાલત કેમ સુધરી શકે ? એનો વિચાર આપણે ક્ષણે ક્ષણે કરવો આવશ્યક છે. હિંદુસ્તાન તેના શહેરોમાં નથી. હિંદુસ્તાન ગામડાંમાં વસે છે. મુંબઈ, કલકત્તા, મદ્રાસ આદિ નાનાંમોટાં શહેરની વસ્તીનો સરવાળો કરવા જઈશું તો એક કરોડથી ઓછો આવશે. હિંદુસ્તાનનાં સારાં શહેરો ગણવાને બેસીશું તો તે સો ની અંદર હશે. પણ સોથી માંડીને હજાર માણસની વસ્તીવાળાં ગામડાંનો પાર નથી. એટલે આપણે શહેરોને આબાદ કરી શકીએ, શહેરો સુધારી શકીએ તો પણ એ પ્રયત્નની અસર આપણાં ગામડાંઓની ઉપર ઘણી ઓછી થવાની છે. ખાબોચિયાંને સુધારતાં છતાં જેમ પાસેની નદી ઉપર જો તેમાં મેલ રહ્યો હોય તો કશીયે અસર નથી થતી, તેમ