આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શહેરોનું છે. પણ જેમ નદી સુધરવાથી ખાબોચિયાં પોતાની મેળે સુધરી જાય છે તેમ જો આપણે ગામડિયાના જીવનમાં સુધારો, વિકાસ કરી શકીએ તો બીજું બધું એની મેળે સુધરી શકે છે.

'નવજીવન' નું દૃષ્ટિબિન્દુ નિરંતર ખેડૂતોની સ્થિતિ જ રહેશે. એ સ્થિતિ કેમ સુધારી શકાય, એ સુધારવામાં નાનામોટા બધા કેમ ભાગ લઈ શકે, અને જો આપણામાં થોડું જ લશ્કર એવું પેદા થાય કે જે સત્યને જ વળગી પોતાનું કર્તવ્ય કર્યાં કરે તો થોડા સમયમાં આપણે કેમ આગળ વધી શકીએ એ હવે પછી વિચારીશું.


ગયા અંકમા ખેડૂતોની સ્થિતિ વિષે આપણે થોડું વિચારી ગયા. એ સ્થિતિ કેમ સુધરી શકે તે આપણે વિચારવાનું રહ્યું છે.

મિ. લાયોનલ કર્ટિસ, જે લખનૌની મહાસભા વખતે જાહેરમાં આવ્યા હતા, તેમણે એક જગ્યાએ હિન્દુસ્તાનનાં ગામડાંનો આબેહૂબ ચિતાર આપ્યો છે. તેઓ સાહેબ કહે છે કે હિન્દુસ્તાનમાં ગામડાં ઉકરડા જેવા લાગતા ટેકરા ઉપર આવેલાં હોય છે. તેનાં ઝૂંપડાં ખંડેર જેવાં લાગે છે. લોકોમાં