આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તાકાત હોતી નથી. મંદિરો જ્યાંત્યાં હોય છે. ગામડાંમાં સ્વચ્છતા હોતી નથી. રસ્તામાં પુષ્કળ ધૂળ હોય છે. સાધારણ દેખાવ એવો હોય છે કે કેમ જાણે ગ્રામવ્યવસ્થાને સારુ કોઈ જવાબદારા હોય જ નહિ.

આ વર્ણનમાં બહુ અતિશયોક્તિ નથી; અને કેટલેક દરજ્જે તેમાં ઉમેરો પણ કરી શકાય એવું છે. સુવ્યવસ્થિત ગામની રચનામાં કાંઈક નિયમ હોવો જોઈએ. ગામની શેરીઓ જેમતેમ હોવાને બદલે કાંઈક આકારમાં હોવી જોઈએ; અને હિંદુસ્તાન કે જ્યાં કરોડો માણસો ઉઘાડે પગે ચાલનારા છે ત્યાં રસ્તા એટલાં બધાં સ્વચ્છ હોવા જોઈએ કે તેની ઉપર ચાલતાં કે સૂતાં પણ કોઈ જાતનો અણગમો પેદા ન થઈ શકે. શેરીઓ પાકી અને પાણીના નિકાલને સારુ નીકવાળી હોવી જોઈએ. મંદિરો ને મસ્જિદો સ્વચ્છ અને જ્યારે જુઓ ત્યારે નવાં લાગતાં હોવા જોઈએ, અને તેમાં જતાં જનારને શાંતિનો અને પવિત્રતાનો આભાસા આવવો જોઈએ. ગામમાં અને આસપાસ ઉપયોગી ઝાડો અને ફળઝાડો હોવાં જોઈએ. તેને લગતી ધર્મશાળા, નિશાળ અને દરદીઓની માવજત થઈ શકે એવી નાનકડી ઇસ્પિતાલ હોવી જોઈએ. લોકોની