આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હું કહી ગયો છું કે ગ્રામવ્યવસ્થા સુધારવા બાબત હું મારા કેટલાક અનુભવો આપીશ. દાક્તર હરિપ્રસાદે સ્વ. બહેન નિવેદિતાએ કલકત્તાની એક પોળ કેમ સુધારી તેનો દાખલો આપી આપણને બતાવી આપ્યું છે કે એક એક પુરૂષ અથવા સ્ત્રી પણ, જો ધારે તો કેટલું કરી શકે, ગામડાંઓમાં એવું કામ કરવું એ શહેરોની પોળો સુધારવા કરતાંયે સહેલું છે. ચમ્પારણમાં જ્યારે સ્વાશ્રયી નિશાળો ખોલવાનો નિશ્ચય થયો ત્યારે મેં સ્વયંસેવકોની માગણી કરી હતી. ત્યાં આવેલા સ્વયંસેવકોમાં મરહૂમ દાક્તર દેવ અને બેલગામના શ્રી. સોમણ વકીલ હતા. આ સ્વયંસેવકોને માત્ર ત્રણ કામ કરવાનાં હતાં.છોકરા અને છોકરીઓ આવે તેમને ભણાવવાં, આસપાસનાં ગામના રસ્તા, ઘર વગેરે સાફ રાખતાં ગામડિયાઓને શીખવવું અને સૂચવવું, અને દરદીઓ આવે તેને દવા આપવી. શ્રી. સોમણને ભીતિહરવા કરીને એક ગામડું છે ત્યાં મૂકવામાં આવ્યા હતા. દાક્તર દેવ નિશાળવાળાં ગામોમાં દવાની તજવીજ રાખતા. દરમિયાન એમનો વસવાટ ભીતિહરવાની નિશાળમાં વધારે