આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

થયો. ત્યાંના લોકોની ઉપર સુધારા વગેરેની અસર કરવી એ મુશ્કેલ હતું. તેમણે ક્યા ક્યા સુધારા કરવા જોઇએ તે દાક્તર દેવે બતાવ્યું હતું. પણ ગામડિયાઓ દાક્તર દેવનાં વચનને ગાંઠે જ શાના? વાત રસ્તાઓ સાફ કરવાની અને કૂવાની આસપાસ ઢોળાવ કરી બધો કીચડ કાઢી નાખવાની હતી. છેવટે દક્તર દેવ અને શ્રી. સોમણે કોદાળી હાથમાં લીધી અને કૂવાની આસપાસ ઢોળાવ કરવાનું અને રસ્તાઓ ચોખ્ખા કરવાનું શરૂ કર્યું. નાનકડું ગામ તેમાં વાત વીજળીની જેમ પ્રસરી. ગામડિયાઓ દાક્તર દેવનાં વચનનો અર્થ સમજ્યા. દાક્તર દેવના કાર્યમાં જે બળ હતું તે તેમની સૂચનાઓમાં ન હતું. ગામડિયાઓ પોતે પણ સાફ કરવા નીકળી પડ્યા, અને ત્યારથી ભીતિહરવાના કૂવા અને રસ્તા સુંદર દેખાવા લાગ્યા. કચરાના ઢગલાઓ અલોપ થઈ ગયા. દરમિયાન ઘાસની નિશાળ બાંધવામાં આવી હતી તે કોઇ તોફાનીઓએ બાળી મૂકી. હવે શું કરવું એ ભારે સવાલ થઈ પડ્યો. ફરી પાછી ઘાસની નિશાળ બાંધવી અને બળવાનું જોખમ ખેડવું ? શ્રી. સોમણ અને દાક્તર દેવે ઇંટની નિશાળ બાંધવાનો નિશ્ચય કર્યો. હવે તો બન્નેને ભાષણ કરવાની કળા આવડી ગઈ હતી. જોઇતા સામાનની