આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ભિક્ષા માગી. જરૂર જણાઈ ત્યાં પૈસા પણ આપ્યા અને બંનેએ મજૂરી કરવાનું શરૂ કર્યું. પાકી નિશાળનો પાયો તેઓએ હાથે નાંખ્યો એટલે ગામડિયાઓ પણ આવી પડ્યા, કારીગરો પણ યથાશક્તિ મદદ કરવા લાગ્યા, અને ભીતિહરવાની નિશાળ આજ પણ એકબે માણસ ધારે તો શું કરી શકે તેની સાક્ષી રૂપે મોજૂદ છે. આ પ્રમાણેનું કાર્ય એકા ગામડામાં નહિ પણ જે જે ઠેકાણે નિશાળો સ્થાપવામાં આવી તે તે ઠેકાણે ઓછાવત્તા પ્રમાણમાં થયું હતું. અને શિક્ષકોના કાર્યની આકર્ષણશક્તિના પ્રમાણમાં ગામડિયાઓ કામ કરતા થઈ ગયા હતા. આ સેવા કરવામાં ભારે હોશિયારીની જરૂર ન હતી, દિલસોજી અને ખંતની જરૂર હતી. તેની સાથે હોશિયારી, કારીગરી વગેરે બીજેથી મળી રહેતાં હતાં.

ખેડા જિલ્લામાં પાકની આંકણી કાઢવાની હતી. તેમાં બધા ખેડૂતો મડદા ન કરે તો એ કામ થઈ શકે તેવું ન હતું. એક એક ગામડાદીઠ એક એક સ્વયંસેવકે જે ખબરો મેળવવાની હતી તે મેળવી લીધી, એટલું જ નહિ પણ ખેડૂતોના મન હરી લીધાં. આવા અનેક દાખલાઓ જુદી જુદી જગાના હું આપી શકું છું.