આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હવે આપણે ગામડાંને સુવ્યવસ્થિત કરવા ઇચ્છનારે કેમ શરૂ કરવું એ જોઈ શકીએ છીએ. એ પોતે રહેતો હશે તે શેરીને જ પસંદ કરશે. તેમાં વસનારાં બધાંને ઓળખી લેશે. એમના દુઃખમાં જરાયે દેખાવા કર્યા વિના ભાગ લેશે. શેરીની સ્વચ્છતા જાળવવામાં તેઓની મદદ માગશે. પાડોશી હસી કાઢશે, અપમાન પણ કરશે, એ બધું આ સેવક સહન કરશે, અને તેમ છતાં આગળની માફક તેઓના દુઃખમાં ભાગ લેશે અને પોતે એકલો શેરી સ્વચ્છ રાખશે. પોતાની સ્ત્રી, મા બહેન વગેરે ધીમે ધીમે પોતાના આ કામમાં રોકાશે. પાડોશીઓ મદદ કરે અથવા ન કરે તોપણ શેરી તો હંમેશાં સ્વચ્છ જ રહેશે, અને અનુભવે માલૂમ પડશે કે એમ કરતાં વધુ વખત નહિ દેવો પડે. આખરે પાડોશીઓ પોતે કામ કરતા થઈ જશે અને એક શેરીની સુવાસ આખા ગામડામાં ઊડશે.

જો આવા સેવકને વધારે હોંશ હોય અને પોતે ઠીક ઠીક ભણેલ હોય તો પોતાની શેરીમાં છોકરાંઓને અને મોટાંઓ પણ જે નિરક્ષર હોય તેમને અક્ષરજ્ઞાન આપશે. જો પોતાની શેરીમાં કોઈ માંદા હોય અને તેઓ વૈદ્યની દવા કરવા અસમર્થ હોય તો તેને સારું વૈદ્ય શોધી કાઢશે. સારવાર કરનાર કોઈ નહિ હોય