આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તો પોતે સારવાર કરશે. આટલું કરતાં તેને પ્રત્યેક પાડોશીની આર્થિક અને નૈતિક સ્થિતિનું સરસ જ્ઞાન મળશે. તેટલું જ્ઞાન મળવાથી તેમાં જે સુધારા કરવા ઘટે એ સુધારા કરવાની યોજના આવો સેવક રચશે. અને આવા પ્રકારના સુધારા કરતાં કરતાં તેને પોતાના પાડોશીની અને તેની મારફતે આખા ગામની રાજ્યપ્રકરણી સ્થિતિનો પણ ખ્યાલ આવશે. અને જો એ ખ્યાલની સાથે તેનામાં લોકોની પાસેથી એકસંપે કામ લેવાની શક્તિ આવે તો લોકોની રાજ્યપ્રકરણી સ્થિતિ પણ સુધારવાને આવો માણસા સમર્થ થશે. આફ્રિકા, ચંપારણ, ખેડા વગેરે પ્રદેશોમાં હું જોઈ શક્યો કે જેને આપણે અભણ માનીએ છીએ તેવા માણસો પોતાની ખંતને અને લોકલાગણીને લીધે આબાદ સેવા કરી શક્યા છે અને જનસમાજ ઉપર અસર પણ પાડી શક્યા છે. જે જે ગામડામાં મેં એક પણ ચેતનવાળા પુરુષ કે સ્ત્રીને જોયાં છે તે ગામડાંમાં તેઓને મેં ઘણું સરસા કામ કરતાં પણ જોયેલાં છે.

હવે આપણે સ્વચ્છતા વિષેના અને નૈતિક, શારીરિક અને આર્થિક આરોગ્ય વિષેના કેટલાક નિયમો તપાસીશું. મારી ઉમેદા છે કે જેઓએ તે પસંદ પડે તેઓ એ નિયમો પ્રમાણે પોતપોતાના