આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧. આપણાં ઘણાં દરદોની ઉત્પત્તિ આપણા પાયખાનામાં અથવા આપણી જંગલ જવાની આદતમાં રહેલી છે. દરેક ઘરમાં પાયખાનાની આવશ્યક્તા છે. માત્ર સાજાં ને મોટાં માણસો જ 'જંગલ' જઈ શકે. બીજાંઓને સારુ જો પાયખાનું ન હોય તો તેઓ ફળિયાને, શેરીને કે ઘરને પાયખાનું બનાવી જમીન બગાડે છે ને હવાને ઝેરી કરે છે. તેથી આપણે બે નિયમ ઘડી શકીએ છીએ. જો જંગલ જવું હોય તો ગામથી એક માઈલ દૂર જવું. ત્યાં વસ્તી ન હોવી જોઈએ, માણસોનો પગરવ ન હોવો જોઈએ, જંગલ બેસતી વેળાએ ખાડો ખોદવો જોઈએ, ને ક્રિયા પૂરી કર્યા પછી મેલા ઉપર ધૂળ નાખવી જોઈએ. જેટલી ધૂળ ખોદી કાઢી હોય તેટલી પાછી ઢાંકી દેવાથી મેલું બરોબર દટાઈ જશે. આટલી ઓછામાં ઓછી તસ્દી લઈને આપને સ્વચ્છતાના મોટા નિયમનું પાલન કરી શકીએ છીએ. સમજુ ખેડૂતો પોતાના ખેતરમાં જ શૌચ કરે ને વગર પૈસે ખાતર ભરે. આ એક નિયમ.

આમ જંગલ જતાં છતાં દરેક ઘરને અંગે પાયખાનું જોઈએ જ. તેને સારુ ડબ્બા વાપરવા જોઇએ. ત્યાં પણ દરેક જણે શૌચ કરી રહ્યા પછી પુષ્કળ માટી નાંખવી જોઈએ કે જેથી ત્યાં દુર્ગંધ