આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ન આવે, માખી ન બણબણે, કીડા ઉત્પન્ન ન થાય. એ ડબ્બો હમેશાં બરાબર સાફ થવો જ જોઈએ. ડટ્ટણ જાજરૂ નકામાં છે. પૃથ્વીનું એક ફૂટ લગીનું પડ જંતુઓથી ખદબદતું છે. તેટલા પડમાં જે મેલું આપણે દાટીએ તેનું ખાતર તુરત થઈ જાય છે. બહુ ઊંડે રહેલી માટીમાં એટલા જીવો નથી કે જેઓ મેલાનું ખાતર બનાવી શકે. તેથી ઊંડે દાટેલો મેલ મલિન બાફો પેદા કરી હવાને બગાડે છે. ડબ્બા લોખંડના કે રોગાન ચડાવેલા માટીના હોય તો ચાલે. એમાં પણ પૈસાનું ખર્ચ નથી, માત્ર ઉદ્યમની જરૂર છે. પેશાબ પણ જ્યાં ત્યાં ન જ થવો જોઈએ. શેરીઓમાં પેશાબ કરવામાં પાપ સમજવું જોઈએ; તેથી પેશાબ કરવાનાં કૂંડા હોવાં જોઈએ ને તેમાં પણ માટી પુષ્કળ હોય તો જરાયે દુર્ગંધ ન આવે, છાંટા ન ઊડે, ને એ માટીનું પણ ખાતર બને. આ બીજો નિયમ. દરેક ખેડૂત જો આ નિયમોનું પાલન કરે તો તેના આરોગ્યમાં વૃદ્ધિ થાય, એટલું જ નહિ પણ તે આર્થિક લાભ મેળવે; કેમકે વગર મહેનતે તેને સુવર્ણમય ખાતર મળે.

૨. શેરીઓ વચ્ચે થૂંકાય નહિ, નાક સાફ થાય નહિ. કેટલાકનું થૂંક એટલું ઝેરી હોય છે કે