આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તેમાંથી જંતુઓ ઊડે છે ને ક્ષય થાય છે. રસ્તા પર થૂંકવું એ કેટલીક જગ્યાએ ગુનો ગણાય છે. પાન જરદો ખાઈને જેઓ થૂંકે છે તેઓ તો બીજાની લાગણીઓનો વિચાર જ નથી કરતા. થૂંક, લીંટ વગેરે ઉપર પણ ધૂળ નાખવી જોઈએ.

૩. પાણી વિષે ખેડૂતો અતિશય બેદરકારી રાખે છે. કૂવાતળાવ જેમાંથી પીવા રાંધવાનું પાણી લેવામાં આવે તે સ્વચ્છ જ હોવાં જોઈએ. તેમા પાંદડાં ન હોવા જોઈએ. તેમાં નવાય નહિ, તેમાં ઢોર નવરાવાય નહિ, તેમાં લૂગડાં ન ધોવાય. આમાં પણ થોડી પ્રથમની મહેનતનું જ કામ છે. કૂવો સાફ રાખવો એ તો સહેજ વાત છે. તળાવ સાફ રાખવું તેથી જરા કઠિન છે. પણ લોકો કેળવણી પામે તો સહુ સહેલું છે. બગડેલું, મેલું થયેલું પાણી પીતાં સૂગ ચડે તો આપણે પાણીની સ્વચ્છતાના નિયમો સહેજે જાળવી શકીએ. પાણી હમેંશાં જાડા અને સ્વચ્છ કપડામાં ગાળવું જોઇએ.

એક ડોશી એક મેજ સાફ કરતી હતી. સાબુથી ધુએ ને મસોતાથી લૂછે, એટલે મેજ કેમ સાફ થાય જ નહિ. ડોશી સાબુ બદલે, મસોતાં બદલે, પણ મેજ તેવો ને તેવો. કોઈએ કહ્યું, "ડોશીમા, મસોતું બદલી સાફ કપડું લો તો હમણાં મેજ સાફ