આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

થાય." ડોશી સમજ્યાં. તેવી રીતે આપણે મેલા કપડાથી ગાળીએ કે લૂછીએ તેના કરતાં ન જ ગાળીએ તો પણ ચાલે.

શેરીઓમાં કચરો ન જ નંખાય એ નિયમ સમજાવવાઅનું હોય જ નહિ. કચરાનું પણ શાસ્ત્ર છે. કાચ લોઢું વગેરે ઊંડા ડટાય. છોડિયાં ને દાતણની ચીરો ધોઈ સૂકવાય ને બળતણમાં વપરાય. ચીંથરાં વેચાય. એઠું, શાકના છોલાં વગેરે દટાય ને તેનું ખાતર બને. આમ બનેલા ખાતરના મેં ઢગલા જોયેલા છે. ચીંથરાના કાગળો બને છે. ગામડામાં કચરો ઉપાડી જનાર કોઈ હોવાની જરૂર ન હોવી જોઈએ, કેમ કે કચરો ઘણો ઓછો હોય છે ને તે મુખ્યત્વે ખાતર કરવા જેવો હોય છે.

ગામની કે ઘરોની આસપાસ પાણી ભરાઈ રહે એવાં ખાડાખાબોચિયાં ન જ હોવાં જોઈએ. જ્યાં પાણી ભરાઈ રહેતું ન હોય ત્યાં મચ્છરોની ઉત્પત્તિ ન થાય, જ્યાં મચ્છર ન હોય ત્યાં મલેરિયા ઓછો થાય. દિલ્લીની આસપાસ પાણી ભરાઈ રહેતું તે પૂરાઈ ગયા પછી ત્યાં મચ્છરો પ્રમાણમાં ઘટ્યા અને મલેરિયા પણ ઘટ્યો.

ઉપરના સ્વચ્છતાના નિયમોથી આ લેખ શું ચીતર્યો એમ કોઈ નહિ કહે એવી હું ઉમેદ રાખું