આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

છું. આનિયમોના પાલન પર એકવીસ કરોડ ખેડૂતોના આરોગ્યનો આધાર છે.

જે સ્વયંસેવક પોતાના ગામડામાં આવા નિયમોની કેળવણી ખેડૂતોને આપશે તે પોતાના ગામડાના રહેવાસીઓનો આવરદા વધારશે, રોગો અટકાવવાનો મહાઉપાય યોજશે. સૌથી મુશ્કેલ આ કામ છે, કેમ કે તેના રસ લેનારા થોડા છે. છતાં તે કોઈ દહાડો પણ કર્યે છૂટકો છે. આ ધર્મના પાલનમાં ભૂલને અવકાશ નથી. જેટલો પળાય તેટલું ફળ દેશે. જેને શરૂ કરવું હોય તે કરીને એક વર્ષમાં પોતાના ગામડાની તંદુરસ્તી બદલાવી શકશે.