આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ચાલતી આવેલી રીતે વૈતરું કરવાને તૈયાર છે તેઓ આજીવિકા મેળવી શકે છે, તો તે પોતે પણ ઓછામાં ઓછી સામાન્ય ગ્રામવાસીના જેટલી કમાણી તો કરી જ શકશે. આટલું તે એક પણ ગ્રામવાસીનો રોટલો છીનવી લીધા વિના કરશે, કેમ કે તે ગામડામાં મફતનું ખાનાર તરીકે નહિ પણ કઈક પણ ઉત્પન્ન કરનાર તરીકે જશે.

કાર્યકર્તાનું કુટુંબ જો સામાન્ય કદનું હોય તો તેની સ્ત્રી અને બીજું એક માણસ આખો વખત કામ કરનાર હોવાં જોઈએ. આવા કાર્યકર્તામાં તત્કાળ ગ્રામવાસીના જેટલું શરીરબળ નહિ આવી જાય, પણ જો માત્ર મનમામ્થી સંકોચ અને ભય કાઢી નાંખશે તો શરીરબળના અભાવની ખામીને તે પોતાની બુદ્ધિથી પૂરી કાઢશે. તેનો બધો વખત ગ્રામવાસીઓની સેવામાં રોકાઈ જાય એટલે અંશે તેઓ તેનું કામ વધાવી ન લે તો તે કેવળ તૈયાર માલનો વાપરનાર જ નહિ રહે પણ કઈક નવી નવી વસ્તુઓ પેદા કરતો હશે. તેનો બધો વખત સેવાકાર્યમાં રોકાઈ જશે ત્યારે તેના પ્રયત્નથી ગ્રામવાસીઓ જે વધારાનું ઉત્પાદન કરશે તેના પર કમિશન મેળવવા જેટલી મહેનત તેણે કરી જ હશે. પણ ગ્રામઉદ્યોગ સંઘના આશ્રય