આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તળે જે થોડાક મહિનાથી ગ્રામસેવાનું કામ ચાલે છે તેટલામાં મળેલો અનુભવ બતાવે છે કે લોકોએ કામને બહુ જ ધીમે ધીમે વધાવી લેશે અને ગ્રામસેવકે ગ્રામવાસીઓની આગળ સદ્ગુણ અને પરિશ્રમના નમૂનારૂપ બનીને રહેવું પડશે. એ તેઓને માટે સારામાં સરો પદાર્થપાઠ થઈ પડશે અને જો ગ્રામસેવક દૂરથી પૂજવાનો આશ્રયદાતા બનીને નહિ પણ ગામડાઓ જ માણસ બનીને રહેશે તો એ પદાર્થપાઠની અસર મોડીવહેલી થયા વિના નહિ જ રહે.

તેથી સવાલ એ છે કે ગ્રામસેવક તેણે પસંદ કરેલા ગામડામાં આજીવિકા અપાવે એવું શું કામ કરી શકે ? ગ્રામવાસીઓ મદદ કરે કે નહિ તોપણ તે અને તેનાં કુટુંબીઓ ગામડાની સફાઈ કરવામાં કેટલોક વખત આપશે, અને જેટલી દવા વગેરેની મદદ આપવાની તેની શક્તિ હશે એટલી તે આપશે. રેચની દવા કે ક્વિનીન આપવું, ગૂમડું કે ઘા ધોવાં, મેલા આંખકાન ધોવાં, અને ઘા પર ચોખ્ખો મલમ લગાડવો, એટલું તો કોઈ પણ માણસથી બની શકે એવું છે. ગામડામાં દરરોજ થતાં સામાન્ય દરદોમાં સાદામાં સાદા કેવા ઉપચાર કરવા એનું વર્ણન આપતી કોઈ ચોપડી ખોળવા