આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સદુપયોગ થાય એવા ઉદ્યોગો ઉપાડી લે અને એમની નાનકડી આવકમાં વધારો કરે. અવલોકન કરતાં કરતાં તેનું ધ્યાન ગામડામાં નકામી પડી રહેલી ચીજો - ઘાસપાલો અને ગામડામાં જમીન પર પડી રહેલી કુદરતી ચોજો - સુધ્ધાં તરફ ગયા વિના નહિ રહે. તે તરત જ જોશે કે એમાંથી ઘણી ચીજોનો સારો ઉપયોગ થઇ શકે એમ છે, તે જો ખાઈ શકાય એવો પાલો ઉપાડી લે તો એ તેના ખોરાકનો અમુક ભાગ કમાઈ લીધા બરાબર ગણાશે. મીરાંબહેને મને સુંદર આરસના જેવા કાંકરાનું એક સંગ્રહાલય આપ્યું છે. એ કાંકરા જેવા છે એવા પણ અનેક કામમાં આવે છે, અને જો મારી પાસે ફુરસદ હોય અને એના વિવિધ આકારો ઘડવાને સાદા ઓજારો ખરીદવામાં હું થોડાક પૈસા રોકું તો તેને થોડા વખતમાં બજારમાં વેચાઈ શકે એવા બનાવી દઉં. કાકાસાહેબને વાંસનો નકામો પડેલો છોલ આપવામાં આવેલો હતો. એનો ઈધણ તરીકે જ ઉપયોગ થવાનો હતો. પણ કાકાસાહેબે તો સાદા ચપ્પુથી ઘડી ઘડીને કેટલાકની કાગળ કાપવાની છરી બનાવી અને કેટલાકના ચમચા બનાવ્યા.આ બન્ને વસ્તુઓ માર્યાદિત પ્રમાણમાં બજારમાં વેચાઈ શકે