આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એવી છે. મગનવાડીમાં કેટલાક સેવકો ફુરસદનો વખત નકામાં પણ એક બાજુ કોરા કાગળમાંથી પરબીડિયા બનાવવામાં ગાળે છે.

ખરી વાત એ છે કે ગામડાના લોકો છેક જ હતાશ થઇ ગયેલા છે. તેમને શંકા આવે છે કે દરેક અજાણ્યો માણસ તેમના ગળાં રહેંસવા માગે છે ને તેમને ચૂસવા સારું જ તેમની પાસે જાય છે. બુદ્ધિ અને શરીરશ્રમનો સંબધ ટૂટી જવાને લીધે એમની વિચાર કરવાની શક્તિ બહેર મારી ગઈ છે. એમના કામના કલાકોનો તેઓ સારામાં સારો ઉપયોગ કરતા નથી. એવા ગામડામાં ગ્રામસેવકે પ્રેમ અને આશા લઈને પ્રવેશ કરવો જોઈએ અને મનમાં દ્રઢ પ્રતીતિ રાખવી જોઈએ કે જ્યાં સ્ત્રીપુરુષો બુદ્ધિ વાપર્યા વિના વૈતરું કરે છે અને અડધું વરસ બેકાર બેસી રહે છે ત્યાં પોતે આખું વરસ કામ કરતા અને બુદ્ધિની સાથે શ્રમનો સંયોગ કરતા ગ્રામવાસીઓનો વિશ્વાસ સંપાદન કર્યા વિના અને તેમની વચ્ચે રહીને મજૂરી કરતાં પ્રમાણિકપણે ને સારી રીતે આજીવિકા મેળવ્યા વિના નહિ રહે.

પણ ગ્રામસેવાનો ઉમેદવાર કહે છે, `મારાં છોકરાં અને તેમની કેળવણીનું શુ ? ' જો એ છોકરાંને આધુનિક પદ્ધતિએ શિક્ષણ આપવાનું હોય