આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


૯.
ગ્રામસેવકના પ્રશ્નો

એક ગ્રામસેવક લખે છે:

"૧. હું સો ઘરના નાના ગામમાં કામ કરું છું. આપે કહ્યું છ કે સેવકોએ દવા આપતા પહેલાં સફાઈ પર ધ્યાન આપવું જોઈએ. પણ તાવે પીડાતો ગામડાનો માણસ સેવકની પાસે મદદ માગવા આવે ત્યારે તેણે શું કરવુ ? અત્યાર સુધી હું એમને ગામડાના બજારમાં મળતી દેશી ઔષધિઓ વાપરવાની સલાહ આપતો આવ્યો છું.

૨. વરસાદમાં મળની શી વ્યવસ્થા કરવી ?

૩. મળનો ઉપયોગ બધી જાતના પાક માટે થઇ શકે ?

૪. ખાંડને બદલે ગોળ ખાવાથી શો ફાયદો થાય ?"

૧. જ્યાં તાવ, કબજિયાત કે એવા સામાન્ય રોગોના દર્દી ગ્રામસેવકોની પાસે આવે ત્યાં તેમણે બની શકે તો દવા આપવી જ પડશે. જ્યાં રોગના નિદાન વિષે ખાતરી હોય ત્યાં ગામડાના બજારની દવા સહુથી સસ્તી ને સારી છે એ વિષે કશી શંકા નથી. જો દવાઓ પાસે રાખવી જ પડે તો