આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એરંડીયું, ક્વિનીન અને ઉકળતું પાણી એ સારામાં સારી દવાઓ છે. એરંડિયું તો ગામડામાં મળી શકે. સોનામુખીનાં પાંદડા પણ ચાલી શકે. કિવનીનનો ઉપયોગ હું આછો કરું. દરેક તાવ પર ક્વિનીનના ઉપચારની જરૂર હોતી નથી. દરેક તાવ ક્વિનીનથી જતો પણ નથી. ઘણાખરા તાવ ઉપવાસ કે અર્ધા ઉપવાસથી મટી જશે. અનાજ અને દૂધ છોડવાં અને ફળના રસ કે દ્રાક્ષનું ઊકળતું પાણી, અથવા તાજા લિંબુના રસ કે આમલીની સાથે ગોળનું ઊકળતું પાણી લેવું, એ અર્ધો ઉપવાસ છે. ઊકળતું પાણી એ બહુ જ જલદ ઓસડ છે, એનાથી ઘણું કરીને દસ્ત ઉતરશે. એનાથી પરસેવો થશે ને તેથી તાવ ઓછો થશે. એ સૌથી સુરક્ષિત અને સોઘામાં સોંઘી ચેપ અટકાવનારી વસ્તુ છે. ઉકળતું પાણી પીવાની જરૂર પડે ત્યાં એને નવશેકું થાય ત્યાં સુધી ઠરવા દેવું જોઈએ. ઉકાળવું એનો અર્થ એ નથી કે ફક્ત ગરમ કરવું. પાણી ઊકળવા માંડે એટલે તેના પર પરપોટા આવવા માંડે છે ને વરાળ નીકળવા લાગે છે.

જ્યાં સેવકોને શુ કરવુ તેની ખાતરી ન હોય ત્યાં તેમણે ગામના વૈદને તેના ઉપચાર છૂટથી અજમાવવા દેવા જોઈએ. જ્યાં વૈદ ન હોય કે વિશ્વાસપાત્ર