આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ન હોય અને સેવકો નજીકના કોઈ પરગજુ ડાકતરને ઓળખતા હોય ત્યાં તેઓ તેની મદદ માગે.

પણ તેઓ જોશે કે રોગને મટાડવાનો સૌથી અસરકારક ઈલાજ સફાઈ કરવામાં રહેલો છે. તેઓ યાદ રાખે કુદરત એ સારામાં સારો વૈદ છે. તેઓ ખાતરી રાખે કે માણસે જે બગડ્યું હોય તેને કુદરત સમારી રહી છે. માણસ જયારે એના કામમાં સતત વિઘ્ન નાખ્યાં કરે ત્યારે તે નિરુપાય થઈ જતી લાગે છે. પછી તે મૃત્યુને મોકલે છે - કેમ કે જે વસ્તુ સમારી શકાય એવી રહી જ ન હોય તેનો નાશ કરવા માટે મૃત્યુ એ કુદરતનો છેવટનો ને શીઘ્રવેગી દૂત છે અને મનુષ્યને નવા દેહરૂપી વસ્ત્ર આપે છે. તેથી દરેક માણસને ખબર હોય કે ન હોય, પણ સફાઈનું કામ કરનાર સેવકો એ તેના સારામાં સારા વૈદના સારામાં સારા મદદગાર છે.

૨. વરસાદના દિવસોમાં પણ જ્યાં માણસનો અવરજવર ન હોય એવી જગાએ ગ્રામવાસીઓએ શૌચક્રિયા કરવી જોઈએ. મળને જમીનમાં દાટવા જોઈએ. ગામડાના લોકોને જે ખોટી તાલીમ મળેલી છે તેને લીધે મળ દાટવનો પ્રશ્ન અતિશય વસમો થઇ પડેલો છે. સિંદી ગામમાં અમે