આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ગ્રામવાસીઓને સમજાવાને મથી રહ્યા છીએ કે તેમણે રસ્તાનો ઉપયોગ શૌચક્રિયા માટે ન કરવો, પાસેના ખેતરમાં જવું, અને શૌચક્રિયા કર્યા પછી મળ પર સૂકી સ્વચ્છ માટી નાખવી. બે મહિનાના સતત પરિશ્રમ પછી અને મ્યુનિસિપાલિટીના સભ્યો અને બીજાઓના સહકાર પછી એ લોકોએ સામાન્ય રીતે રસ્તા બગાડવાનું ગંધ કરવા જેટલી ભલાઈ બતાવી છે. જે ખેતરના માલિકોએ આને માટે પોતાનાં ખેતર વાપરવાની છૂટ આપી છે તે ખેતરોમાં આ લોકો જાય છે. પણ લોકો હજુ પોતાના જ મળ પર માટી નાખવાની હઠપૂર્વક ના પાડે છે. તેઓ કહે છે, 'એ તો ભંગીનું કામ રહ્યું. મળ સામે જોવું એ જ પાપ, તો પછી એના પર માટી તો કેમ જ નંખાય ?' એમને આ જાતનું શિક્ષણ આપવામાં આવ્યું છે તેથી તેઓ આમ માને છે. એટલે ગ્રામસેવકોને કોરી પાટી પર અક્ષર લખવાના નથી. પાટી પર પોલાદના ટાંકણાથી જે લેખ લખેલા છે તે તેમણે ભૂંસી કાઢવાના છે. પણ હું જાણું છું કે જો આપણને આપણા કાર્યક્રમ વિષે શ્રદ્ધા હશે, જો આપણામાં સફાઈના પ્રાત:કાર્યમાં માંડ્યા રહેવા જેટલી ધીરજ હશે; અને એથીએ વધારે તો, જો