આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩.કોઈએ એમ તો કહ્યું જ નથી કે પાકમાં મળને સીધાજ ખાતર તરીકે નાખવો. કહેવાનો આશય એ છે કે જમીનમાં મળનો ઉમેરો થવાથી અમુક સમય પછી તેમાં અમુક સમયપછી જમીન સમૃદ્ધ બને છે. મળ જમીનમાં દટાય તે પછી તેમાં અમુક ફેરફાર થવા જોઈએ. તે પછી જમીન ખેડવા ને વાવવા માટે યોગ્ય બને. આને માટેની કસોટી અચૂક છે. જે જગાએ મળ દાટ્યો હોય ત્યાં અમુક મુદત પછી જમીનને ખોદી જોવી. જો જમીન સુગંધીદાર થઇ ગઈ હોય ને બદબો ન છૂટતી હોય, ને મળની જરાયે નિશાની ન રહી હોય તો જમીન વાવણી માટે તૈયાર થઇ ગણાય. મેં ગયા ત્રીસ વરસથી આ રીતે સર્વ પ્રકારના પાક માટે મળનો ઉપયોગ કરીને ઘણો જ લાભ મેળવ્યો છે.

૪. નિષ્ણાતો એકે અવાજે કહે છે કે ખાંડ કરતા ગોળ વધારે પોષણ આપે છે, કેમ કે તેમાં જે ક્ષાર અને વિટામીન છે તે ખાંડમાં નથી. જેમ મેદા આગળ આખા ઘઉંનો લોટ, કે છડેલા ચોખા આગળ અણછડ ચોખા, તેમ જ લગભગ ખાંડ આગળ ગોળ છે.