આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આરોગ્યની દષ્ટિએ ગામડાંની સ્થિતિ ઘણી દયાજનક છે. આરોગ્યના આવશ્યક અને સહેલાઈથી મળી શકે એવા જ્ઞાનનો અભાવ એ આપણી કંગાલિયતનું એક સબળ કારણ છે. જો ગામડાંઓનું આરોગ્ય સુધારી શકાય તો સહેજે લાખો રૂપિયા બચી શકે ને તેટલે અંશે લોકોની સ્થિતિ સુધરે. આરોગ્યવાન ખેડૂત જેટલું કામ કરી શકશે તેટલું રોગીકદી નહિ કરી શકે. આપણું મરણનું પ્રમાણ સામાન્ય કરતાં વધારે છે એથી થોડું નુકસાન નથી થતું.

એમ કહેવાય છે કે આરોગ્ય વિષેની આપણી સ્થિતિ દયાજનક છે તેનું કારણ આપણી આર્થિક દીનતા છે, અને જો એ દૂર થાય તો આરોગ્ય એની મેળે સુધરે. સરકારને ગાળો દેવા ખાતર અથવા બધા દોષો તેની ઉપર ઢોળાવાને સારુ આમ ભલે કહેવાઓ, પણ ઉપરના વચનમાં અર્ધથી પણ ઓછું સત્ય છે. મારો અનુભવસિધ્ધ અભિપ્રાય છે કે આપણા આરોગ્યમાં આપણી કંગાલ સ્થિતિ ઓછો ભાગ ભજવે છે. કેટલો અને ક્યાં ભજવે છે એ હું જાણું છું. એમાં હું અહીં ઊતરવા નથી ઇચ્છતો.

આ લેખમાળાનો ઉદ્દેશ એ છે કે આપણા દોષોથી થયેલા અને સહેજે યત્કિંચિત્ ખર્ચે કે ખર્ચ