આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ગ્રામવાસીઓ વચ્ચે સહકારનો અભાવ હોવાથી પોતાના આરોગ્યને સારુ આવશ્યક વસ્તુઓ પણ તેઓ ઉગાડતા નથી. ગ્રામવાસીઓ પોતાની પાસે ફાજલ રહેતા સમયનો સદુપયોગ કરતા નથી, અથવા તેમને કરતાં આવડતો નથી. તેથી તેમની શારીરિક અને માનસિક શક્તિ ક્ષીણ થાય છે.

આરોગ્યના સામાન્ય જ્ઞાનને અભાવે રોગ આવે ત્યારે ગ્રામવાસીઓ સાદા ઘરગથુ ઉપાયો યોજવાને બદલે ઘણી વેળા ભૂવા વગેરેને ઘુણાવે છે, અથવા, મંતરજંતરની જાળમાં ફસાઇ ખુવાર થાય છે; પૈસા ખર્ચે છે ને બદલામાં રોગની વૃધ્ધિ કરે છે.

આ બધાં કારણો અને તેને અંગે શું થી શકે તે આપણે આ લેખંમાળામાં તપાસીશું.