આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭
હિંદના ખોરાક

યોગ્ય રીતે તરબૂચ અને એવાં જ બીજાં ફળોના વેચાણની અમલદારો મનાઈ કરે છે. તરેહ- તરેહનાં સૂકાં ફળ અથવા સૂકા મેવાની જાતો અહીં જેટલી મળે છે તેટલી લગભગ બધી ત્યાં પણ મળે છે. હવે કઠણ કાચલાંવાળાં ફોડીને અંદરથી જેનો ગર કાઢીને ખાવામાં આવે છે તેવાં નટ કહેવાતાં કાછલિયાળાં ફળોની વાત રહી. તેમાંની કેટલીક જાતો જે અમને હિંદમાં મળે છે તે અહીં મળતી નથી અને બીજી બાજુથી અહીં જે કેટલીક જાતો મળે છે તે ત્યાં જોવાની મળતી નથી, આ જાતનાં ફળ હિંદમાં ખોરાક તરીકે કદી વપરાતાં નથી અને તેથી ખરું જોતાં તેમને 'હિંદના ખોરાકમાં સમાવવાં ન જોઈએ. હવે મારા વિષયના છેવટના ભાગની વાત પર આવું તે પહેલાં ખોરાકની બાબતમાં મેં જે નીચે મુજબના ભાગ પાડયા છે તેમનો ખ્યાલ રાખવાની તમને સૌને વિનંતી કરું છું: પહેલાં અનાજ, જે રોટલીરોટલા બનાવવાના કામમાં આવે છે તે જેવાં કે ઘઉં, બાજરી વગેરે; બીજાં કઠોળ, જે દાળ બનાવવાને વપરાય છે; ત્રીજાં લીલાં શાકભાજી; ચોથાં ફળ; અને છેલ્લાં ને પાંચમાં, કાછલિયાળાં ફળ.

અલબત્ત, ખોરાકની જુદી જુદી વાનીઓ બનાવવાને માટેની સૂચનાઓ હું અહીં આપવા માગતો નથી, એ મારા ગજા બહારનું કામ થાય, એ વાનગીઓ કેમ રંધાય છે અને તેમનો બરાબર ઉપયોગ કેમ કરવો તેની વાત હું સામાન્ય ધોરણે કરીશ. આહારચિકિત્સા અથવા આરોગ્યશાસ્ત્રની શોધ ઇંગ્લંડમાં પ્રમાણમાં નવી છે. હિંદમાં અમે તેનો અમલ જેની સ્મૃતિ પણ નથી એટલા સમયથી કરતા આવ્યા છીએ. દેશી વૈદો બેશક ઔષધોનો ઉપયોગ કરે છે પણ પોતે જે ઔષધો આપે છે તેમની રોગ દૂર કરવાની શક્તિ પર રાખે છે તેના કરતાં ખોરાકના ફેરફાર પર વધારે આધાર રાખે છે. કેટલાક દાખલાઓમાં તેઓ તમને કહેશે કે મીઠું ન ખાશો; બીજા ઘણામાં કહેશે કે ખટાશવાળા ખોરાક છોડી દેજો વગેરે. દરેક ખોરાકનો કંઈક ને કંઈક ઔષધ જેવો ગુણ હોય છે, રોટલીરોટલા બનાવવાને કામમાં આવતું અનાજ ખોરાકનો મુખ્ય પદાર્થ છે. સગવડને ખાતર લોટની બનાવટને મેં રોટી અથવા રોટલી કહ્યા છે પણ રોટલી તેને ઓળખાવવાને માટે વધારે સારું નામ છે. તેની બનાવટની આખી ક્રિયા હું અહીં વર્ણવવા બેસતો નથી પણ એટલું કહું કે થૂલું અમે નાખી દેતા નથી, આ રોટલી હમેશ તાજી બનાવવામાં આવે છે અને ઘીની સાથે ગરમ ગરમ ખવાય છે. અંગ્રેજને જેવું માંસ તેવી હિંદીને માટે આ રોટલી છે. માણસ કેટલું ખાય છે તેનું માપ તે કેટલી રોટલી ખાય છે તે પરથી કાઢવામાં આવે છે. કઠોળ કે શાકને ગણતરીમાં લેવામાં આવતાં નથી. તમે દાળ વગર જમી શકો, શાક વગર જમી શકો પણ રોટલી વગર કદી જમ્યા ન ગણાઓ. અનાજમાંથી બીજી તરેહતરેહની વાનીઓ તૈયાર થાય છે પણ તે બધી એક યા બીજે રૂપે રોટલી જ હોય છે.

દાળ બનાવવામાં વપરાતાં વટાણા, મસૂર વગેરે જેવાં કઠોળની વાત લઈએ. તેમને કેવળ પાણીમાં ઉકાળવામાં આવે છે. પણ તેમાં અનેક મસાલા ઉમેરવાથી તે આહારની બહુ સ્વાદિષ્ટ વાની બને છે. આ ખોરાકોમાં રસોઈની કળા સોળે કળાએ ખીલે છે. વટાણામાં મીઠું, મરી, તજ, લવિંગ, એલચી અને એવા મસાલા નંખાયેલા મેં જોયા છે. દાળનો ખરો ઉપયોગ તે રોટલીની સાથે ખાવાનો છે તબિયતની દૃષ્ટિથી વધારે પડતું કઠોળ ખાવું સારું ગણાતું નથી. ચોખા વિષે અહીં જ કંઈક કહી લેવું સારું. પહેલાં હું કહી ગયો તેમ ચોખા ખાસ કરીને બંગાળમાં રોટલારોટલી બનાવવામાં વપરાય છે. કેટલાક દાક્તરો બંગાળીઓને ઘણી વાર મધુપ્રમેહ અથવા મીઠી પેશાબની બીમારી લાગુ પડે છે તેનું મૂળ તેમના ચોખાના આહારમાં જએ છે. ચોખાને હિંદમાં કોઈ પૌષ્ટિક ખોરાક કહેતું નથી. તે તવંગર એટલે જે લોકો મજૂરી કરવા નથી માગતા