આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯
હિંદ ભણી વતનને રસ્તે


મુંબઈ જનારા ઉતારુઓને એડનથી જે સ્ટીમર आसामમાં આ ओशियानाમાંથી ઊતરીને બેસવાનું હતું તેની અને આની વચ્ચે અહીં સરખામણી કરી લેવી સારી. ओशियाना પર અંગ્રેજ નોકરો હતા જે હંમેશ સુઘડ, સ્વચ્છ અને તમારું કામ કરવાને તૈયાર રહેતા. એથી ઊલટું आसाम પર પોર્ટુગીઝ નોકરો હતા, જે રાણીના અંગ્રેજી [શુદ્ધ અંગ્રેજી]નું ડગલે ને પગલે ખૂન કરતા, અને હંમેશ મેલાઘેલા અને વધારામાં ધૂંધવાયેલા ને કામ કરવામાં ધીમા હતા.

વળી, બન્ને સ્ટીમરો પર આપવામાં આવતા ખોરાકમાં પણ ઘણો તફાવત હતો. आसामમાં મુસાફરો જે ઢબે ફરિયાદમાં ગણગણતા સંભળાતા તે પરથી આ તફાવત જણાઈ આવતો. એટલેથી વાત પૂરી થતી નહોતી. ओशियाना પરની રહેવાખાવાની સગવડ आसाम પરની સગવડને મુકાબલે કયાંયે ચડિયાતી હતી; પણ આમાં કંપનીથી બીજું કંઈ થઈ શકે એમ નહોતું: ओशियाना વધારે સારી હતી તેથી आसामને કંઈ કંપની રદ ગણી કાઢી નાખે એવું થોડું જ બને?

વહાણ પર શાકાહારીઓ પોતાનું કેવી રીતે સંભાળતા? આ પૂછવા લાયક સવાલ ગણાય. ત્યારે, પહેલું તો એ જણાવવાનું કે વહાણ પર મારી સાથે અમે બે જ શાકાહારવાળા હતા. બીજું કશું વધારે સારું ન મળે તો બાફેલા બટાટા, બાફેલી કોબી અને માખણથી ચલાવી લેવાની અમારી તૈયારી હતી. પણ એટલી હદે જવાની અમને જરૂર ન પડી. અનુકૂળ અને અમારું કામ કરવાને રાજી એવા સ્ટુઅર્ડ એટલે કે વ્યવસ્થાપકે તરકારીની મસાલેદાર કરી, ભાત અને ઉકાળીને બાફેલાં તેમ જ તાજાં ફળ અને છેલ્લી ગણાવું છું છતાં મહત્વમાં જરાયે ઓછી નહીં એવી થુલાં સાથે બનાવેલી રોટી પહેલા નંબરના સલૂનમાંથી અમને લાવી આપવાનું રાખ્યું હતું એટલે અમારે જે જોઈએ તે બધું મળી રહેતું. અલબત્ત, આ સ્ટીમર કંપનીવાળાઓ ઉતારુઓને પૂરતો અને સારો ખોરાક આપવામાં, ખવડાવવાપિવડાવવામાં ખૂબ છૂટે હાથે કામ લે છે. ઊલટું, એ લોકો વધારે પડતું કરે છે, કંઈ નહીં તો મને એવું લાગે છે.

બીજા નંબરના સલૂનમાં પીરસવામાં આવતી વાનીઓનું અને મુસાફરોને કેટલી વખત ભોજન આપવામાં આવતું તેનું વર્ણન કરવું અસ્થાને નથી.

શરૂઆત કરવાને ખાતર સૌથી પહેલું સવારમાં એક સામાન્ય મુસાફર એક કે બે પ્યાલા ચાના અને થોડાં બિસ્કિટ લેતો. ૮-૩૦ કલાકનો સવારના નાસ્તાની ખબરનો ઘંટ ઉતારુઓને નીચે ભોજન ખંડમાં ખેંચી લાવતો. નિયમિતપણામાં એ લોકો એક મિનિટ પણ ચૂકતા નહોતા; કંઈ નહીં તો ભોજન માટે આવવામાં તો નહીં જ. નાસ્તાની વાનીઓમાં સામાન્યપણે જવના લોટની ઘેંશ, થોડી મચ્છી, જુદાં જુદાં માંસ છીણી બનાવેલી ચૉપ નામની વાનગી, તરકારીની મસાલેદાર કરી, જૅમ એટલે મુરબ્બો, ડબલ રોટી અને માખણ અને ચા કે કાફી વગેરે બધું જોઈએ તેટલું ભરપટ્ટે હોય.

ઉતારુઓને મેં ઘણી વાર જવની ઘેંશ, મચ્છી અને કરી, ડબલ રોટી અને માખણ અને એ બધું ગળે ઉતારવાને ચાના બે કે ત્રણ પ્યાલા પી જતા જોયા છે.

સવારનો નાસ્તો માંડ પચ્યો ન પચ્યો હોય ત્યાં ટન ટન સંભળાય. એ બપોરના દોઢ વાગ્યાના ભોજનનો ઘંટ. આ ભોજન પણ નાસ્તા જેવું જ પૂરું: જોઈએ તેટલાં માંસ ને તરકારી, ભાત અને તરકારીની મસાલેદાર કરી, શીરા જેવી પેસ્ટ્રી અને બીજું કેટલુંયે હોય. અઠવાડિયામાં બે દિવસ બીજા નંબરના સલૂનના ઉતારુઓને સામાન્ય ભોજન ઉપરાંત તાજાં તેમ જ કાછલિયાળાં ફળ પીરસાતાં પણ આટલુંયે પૂરતું નહોતું! બપોરના ભોજનની વાનગીઓ