આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧
હિંદ ભણી વતનને રસ્તે

આગલી સાંજે કોઈનેયે મજા પડી નહોતી કેમ કે બીજા નંબરના સલૂનમાં પટ્ટી[૧]જેવા કોઈ ગાનારા કે ગલેડ્સ્ટન[૨] જેવા કોઈ ભાષણ કરનારા નહોતા.

આમ છતાં બે કે ત્રણ ઉતારુઓ સાથે શાકાહારના સિદ્ધાંતની ચર્ચા કરવામાં હું ફાવ્યો. તેમણે મારી દલીલ ધીરજથી સાંભળી. પછી આ મતલબનો જવાબ આપ્યો : "તમારી દલીલ સાચી હશે. પણ જયાં સુધી અમને અમારા આજના ખોરાકથી સમાધાન છે (કોઈક વાર અમને મંદાગ્નિ થઈ આવે છે એ વાત બાજુએ રાખો) ત્યાં સુધી શાકાહારનો અખતરો અમે કેમ કરી કરીએ !"

તેમાંના એક જણે જોયું કે મારા શાકાહારી મિત્રને અને મને રોજ મજાનાં ફળ મળે છે એટલે તેણે વી. ઈ. એમ. નોપા. [૩]અખતરો કરી જોયો પણ છીણેલા માંસના ચૉપનું આકર્ષણ તેને એટલું બધું હતું કે તે તેનાથી છોડાયું નહીં.

બિચારો ભલો આદમી !

[મૂળ અંગ્રેજી]

धि वेजिटेरियन, ૯-૪-૧૮૯૨

વળી, પહેલા નંબરના સલૂનના ઉતારુઓ બીજા નંબરના સલૂનના ઉતારુઓને પોતે ગોઠવેલા નાટ્યમનોરંજન અને નૃત્યમનોરંજનના જલસાઓમાં વારંવાર બોલાવતા તે એ ઉતારુઓના મળતાવડાપણાનો અને પહેલા નંબરના સલૂનના ઉતારુઓને વિવેકનો દાખલો છે.

પહેલા નંબરના સલૂનમાં કેટલાંક મજાનાં બાનુઓ અને ગૃહસ્થો હતાં. પણ હમેશ આનંદ- પ્રમોદનું વાતાવરણ રહે અને કદી ટંટોતકરાર હોય જ નહીં એવું થોડું જ ચાલે? એટલે કેટલાક ઉતારુઓને પીને છાકટા થવાનું સૂઝયું. (માફ કરજો એડિટર સાહેબ, એ લોકો લગભગ રોજ રાત્રે પીતા પણ આ એક રાતે તેમણે પીધું એટલું જ નહીં, તેઓ છાકટા બની એલફેલ વર્તવા લાગ્યા). એવું લાગે છે કે એ લોકો વ્હિસ્કી પીતા પીતા ચર્ચાને રંગે ચડ્યા હતા તેમાં થોડાએ અસભ્ય ભાષામાં બોલવા માંડયું. એમાંથી પહેલાં શબ્દોની લડાઈ જામી અને પછી વાત વધીને. મુક્કામુક્કીની લડાઈ ચાલી. આ બનાવની સ્ટીમરના કપ્તાનને ખબર આપવામાં આવી. પેલા મુક્કામુક્કીના શોખીન ગૃહસ્થોને તેણે ઠપકો આપ્યો એટલે ત્યાર પછી અમારામાં એવો બખેડો ફરી દેખાયો નહીં.

આમ થોડો વખત ખાવાપીવામાં તો થોડો આનંદપ્રમોદમાં કાઢતા કાઢતા અમે આગળ વધ્યા.

બે દિવસની મુસાફરી પછી સ્ટીમર જિબ્રાલ્ટર પાસેથી પસાર થઈ પણ ત્યાં રોકાઈ નહીં. અમારામાંથી કેટલાકને એવી આશા હતી કે અહીં સ્ટીમર લંગર નાખશે તેથી એકંદરે અને ખાસ કરીને તમાકુ પીનારાઓમાં ઘણી નિરાશા ફેલાઈ કેમ કે જિબ્રાલ્ટરમાં વગર વેરાએ મળતો તમાકુ લેવાની તેમની ખૂબ મરજી હતી.

  1. ૧. તે જમાનાને મશહૂર ઈટાલિયન ગાયક.
  2. ૨. ઈગ્લંડનો નામાંકિત વડો પ્રધાન જે અસાધારણ કેાટીણો વક્તા હતો.
  3. ૧૮ પરની ફૂટનેટ જોવી.