આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૧
નાતાલ કાઉન્સિલને બીજી અરજી

૫. નામદાર કાઉન્સિલમાં એમ કહેવામાં આવ્યું હતું કે હિંદુસ્તાનીઓ વોટ શું એ નથી સમજતા. પણ અરજદાર નમ્રતાપૂર્વક કહે છે કે એ વાત ખરી નથી. હિંદુસ્તાનીઓ મત આપવાના હકની શી જવાબદારી છે તે, [અને] તેથી શું હક મળે છે તે બરોબર સમજે છે. બિલ જેટલાં પગથિયાં ચડતું જાય છે તેટલાં પગથિયાં કેટલી ચિંતા ને ધ્રુજારાથી હિંદુસ્તાની કોમ જોયા કરે છે તે નામદાર કાઉન્સિલ પોતે જોઈ શકે એટલું જ અમે ઇચ્છીએ છીએ.

૬. અરજદાર એમ નથી કહેવા માગતા કે કોમના દરેકને એવું જ્ઞાન અને એવી લાગણી છે, પણ તેઓ કહેવાની રજા માગે છે કે તે સ્થિતિ સાધારણ છે. વળી, અરજદાર એમ પણ નથી કહેવા માગતા કે એવો એકે હિંદુસ્તાની નથી કે જેને વોટનો હક ન જોઈએ. પણ અરજદાર નમ્રતાપૂર્વક એમ તો કહે છે કે બધા હિંદુસ્તાનીઓને વોટમાંથી જડમૂળ બાતલ કરવાને તે કંઈ કારણ નથી.

૭. બિલનાં કેટલાંક અઘટતાં પરિણામો તરફ નામદાર કાઉન્સિલુનું ધ્યાન ખેંચવા અરજદારે રજા માગી [છે] તે છે:

અ. જેઓ હાલ વોટરના લિસ્ટ ઉપર છે તેને સ્વતંત્ર રીતે ત્યાં બિલ રાખે છે અને જેણે આજ સુધી વોટરના લિસ્ટ પર આવવાની ઈચ્છા નથી કરી તેની સામે હમેશને વાસ્તે બારણું બંધ કરે છે.
બ. અગર જો કેટલાક છોકરા પોતાના બાપથી ચડી જાય તોપણ તેઓને વોટનો હક નહીં, જોકે બાપને હોય તોપણ.
ક. બંધાઈને આવેલ તથા સ્વતંત્ર બંને જાતના હિંદુસ્તાનીઓને બિલ એક જ કાટલે તોળે છે.
ડ. બિલનું કારણ રાજનીતિ હવે જે આપવામાં આવ્યું છે તે ઘડીભર કાઢી લઈએ તો બિલનો અર્થ એમ થાય છે કે હિંદુસ્તાનમાં રહેનારો એકે હિંદુસ્તાની હાલ નથી કે જે વોટ આપવાને લાયક હોય અને યુરોપિયન તથા ઇન્ડિયન વચ્ચે એટલો બધો તફાવત છે કે હિંદુસ્તાની યુરોપિયનની સાથે લાંબા સહવાસમાં આવે તોપણ વોટ આપવાને લાયક થતો નથી.

૮. અરજદાર નમ્રતાપૂર્વક સવાલ પૂછે છે, “એક બાપ વોટર છે. પોતાનો દીકરો પબ્લિક માણસ થાય તેવો કરવાને તેની કેળવણી ઉપર લાખો રૂપિયા ખરચે છે છતાં જે સુધરેલા દેશમાં લૌકિક , સ્વરાજ ચાલે છે ત્યાં ખરા, કેળવાયેલ દરેક માણસનો ચોખ્ખો હક છે તે હક પોતાના છોકરાને ન મળે એ જોવું પડે તે વાજબી છે?”

૯. એથી આવા માણસોને વોટ આપવા દેવાથી અંતે દેશીઓનું રાજય હિંદુસ્તાનીના હાથમાં જશે એવી જે ધાસ્તી ચાલી રહી છે , તે ઉપર ટીકા કરવાની અરજદારની બહુ મરજી છે. પણ અરજદારને ધાસ્તી છે કે તે સવાલ ઉપર પોતાના વિચાર નમનતાઈથી નામદાર કાઉન્સિલ આગળ મૂકવાનો આ વખતે નથી. અમે એટલું કહીને સંતોષ માની લેશું કે અમારા મત પ્રમાણે તેવો બનાવ કદી બનનાર જ નથી ને ધારો કે ભવિષ્યમાં બહુ કાળે કદી બને એમ હોય તોપણ તેને સારુ ઉપાયો લેવાનો વખત હજુ પાક્યો નથી.

૧૦. અમે નમ્રતાપૂર્વક અરજી કરીએ છીએ કે બ્રિટિશ રૈયતના એક વર્ગ ને બીજા વર્ગ વચ્ચે અઘટિત તફાવત બિલથી થાય છે. પણ એમ કહેવાયું છે કે જે યુરોપીય બ્રિટિશ રૈયતની