આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૩
હિંદીઓ અને મતાધિકાર


૧૫. અરજદાર એટલા સારુ વિનંતી કરે છે કે નામદાર કાઉન્સિલ નામદાર લેજિસ્લેટિવ ઍસેમ્બલીને ફરી વિચાર સારુ વાજબી લાગે તેવી ભલામણ સહિત બિલ પાછું મોકલશે અને આ ન્યાય ને દયાના કામ સારુ અરજદાર ફરજ સમજી હમેશાંને સારુ બંદગી કરશે વ. વ. વ.

[મૂળ ગુજરાતી]

હાજી મહમદ હાજી દાદા અને સાત બીજા હિંદુસ્તાનીઓ વતી ૧૮૯૪ની સાલના જુલાઈ માસની ૬ઠ્ઠી તારીખે ઑનરેબલ મિ. કૅમ્પબેલે નાતાલ પાર્લમેન્ટરી કાઉન્સિલમાં રજૂ કરેલી અરજી.

સંસ્થાનોની કચેરીનું દફતર નં. ૧૮૧, પુ. ૩૮.

ખુદ ગાંધીજીનો કરેલો મૂળ ગુજરાતી તરજુમો મળ્યો હોવાથી તે આપ્યો છે.



૩૨. હિંદીઓ અને મતાધિકાર

[૧૮૯૪ના જુલાઈની ૭મી તારીખે धि नाताल मर्क्युरीએ हिंदी ग्रामसमाजो એવા મથાળાના વિસ્તૃત અગ્રલેખમાં મતાધિકારના કાયદામાં સુધારો કરનારા ખરડાની બાબતમાં હિંદી કોમે નાતાલ લેજિસ્લેટિવ કાઉન્સિલને કરેલી અરજી પર નુકતેચીની કરતાં એવી દલીલ કરી કે હિંદમાં ગ્રામસમાજોને જેનો અનુભવ હતો એવા કોઈ પણ સ્વરૂપના પ્રતિનિધિત્વ કરતાં પાર્લમેન્ટની પદ્ધતિની રાજ્યવ્યવસ્થા ઘણી જુદી છે. હિંદીઓએ પોતાના મુલકમાં મતાધિકારનો અમલ કર્યો નથી એટલા કારણસર એ બિલમાં તેમને મત આપવાના અધિકારમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. હિંદીઓએ એવી દલીલ રજૂ કરી હતી કે અમારા ગ્રામસમાજોમાં અમે પ્રાચીન કાળથી મતાધિકારનો અમલ કરતા આવ્યા છીએ. પણ धि नाताल मर्क्युरी એ એ વિચારની સામે દલીલ ઉઠાવી હતી. વળી, તેણે સર હેન્સી સમ્નર મેઈને પોતાના धि विलेज कॉम्युनिटीझ इन धि ईस्ट ऍन्ड वेस्ट (પૂર્વ અને પશ્ચિમમાં ગ્રામસમાજો) નામના ગ્રંથમાં હિંદીઓને લગભગ પ્રાચીન કાળથી પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓનો પરિચય હતો એવી જે દૃષ્ટિ રજૂ કરી હતી તેની સામે પણ તકરાર ઉઠાવી હતી. धि नाताल मर्क्युरीએ એવી દૃષ્ટિનું સમર્થન કર્યું હતું કે હિંદી ગ્રામસમાજોને રાજકીય પ્રતિનિધિત્વ સાથે કશી લેવાદેવા નહોતી, તેમને કેવળ જમીન ધારણ કરવાના કાનૂની સવાલની સાથે નિસબત રહેતી હતી. ગ્રામસમાજની વ્યવસ્થાની જીવનપદ્ધતિ સંસ્કારની પ્રારંભિક અવસ્થાવાળી બધી પ્રજાઓને સમાન હોય છે અને બીજું કંઈ નહીં તો તેનાથી જે તે પ્રજાનું પછાતપણું માત્ર સાબિત થાય છે એવી તેની દલીલ હતી. नाईन्टीन्थ सेन्चुरीમાં પ્રગટ થયેલા જનરલ સર જ્યૉર્જ ચીઝનીના હિંદીઓ હજી રાજકીય વિકાસની દૃષ્ટિથી બાળપણામાં છે એવા વિચાર પોતાની દલીલના સમર્થનમાં તેણે ટાંકયા હતા. તેના જવાબમાં ગાંધીજીએ નીચે મુજબ લખ્યું હતું.]

ડરબન,


જુલાઈ ૭, ૧૮૯૪


શ્રી તંત્રી
धि नाताल मर्क्युरी

સાહેબ,

આજના અંકમાં તમારો વિદ્રત્તાથી ભરેલો અને કુશળતાથી લખાયેલો અગ્રલેખ વાંચવામાં ખરેખર મજા આવી. હિંદીઓની મતાધિકાર બાબતની અરજીની સામે કશું કહેવાપણું નહીં હોય