આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
ગાંધીજીનો અક્ષરદેહ


૧૬. વળી, એમ પણ કહેવાયું છે કે બીજી કલમથી પૂરો ન્યાય થાય છે. અરજદાર અરજ કરે છે કે તેમ નથી. તેને બદલે જેઓ લિસ્ટ ઉપર છે તેઓની અને જેઓ નથી તે બંનેની લાગણી તે કલમ દુખાવે છે.

૧૭. પોતે મત આપી શકે પણ પોતાના છોકરા ગમે તેવા હોશિયાર ને કેળવાયેલા થાય તો પણ વોટ ન આપી શકે એ વાતથી જેઓ લિસ્ટ ઉપર છે તેને થોડો જ દિલાસો મળે. હિંદુસ્તાની માબાપો, જે કૉલોનીમાં વસે છે તેઓમાંથી પોતાના છોકરાઓને ઊંચી કેળવણી આપવાનો મજબૂતમાં મજબૂત કાંટો જો બિલ કાયદો થાય તો જતો રહેશે. તેઓને પોતાના છોકરાને મંડળીના ભંગિયા તરીકે ને જિદગીમાં કંઈ સારા લોભ વિના જોવાનું ભાગ્યે જ ગમશે. જો માણસને મંડળીમાં કોઈ સ્થિતિ ન મળે તો પૈસો પણ નકામો થઈ પડે છે. એટલે જે ધારણાથી માણસો પૈસો એકઠો કરે છે તે ધારણાને તો ઊગતી જ ડામવામાં આવે છે.

૧૮. વળી, બીજી કલમથી જેઓ કૉલોનીમાં આવી વસ્યા છે તે એમ જાણી ચિડાય છે કે જ્યારે પોતાના ભાઈઓ માત્ર દૈવયોગે વોટ આપવાનો હક રાખી શકે છે ત્યારે પોતે કોઈ રીતે હલકા ન હોય છતાં પોતાથી ન ચાલતાં લિસ્ટ ઉપર ન આવી શકયા હોય તેટલા જ સારુ વોટ ન કરી શકે. આ પ્રમાણે એક જ વર્ગની ઇન્ડિયન બ્રિટિશ રૈયત વચ્ચે અનાયાસે બનેલી બીનાના આધારથી બિલ અણઘટતો તફાવત રાખે છે.

૧૯. એમ પણ કહેવામાં આવ્યું છે કે બીજી કલમથી જે ન્યાય કરવામાં આવ્યો છે તેને સારુ અરજદારે ઉપકાર નથી માન્યો. પણ તે કલમ દાખલ કરવામાં ગવર્નમેન્ટના ન્યાયી ઇરાદાને બહુ માન આપી અરજદારને કહેવું પડે છે કે તેઓ તેમાં ન્યાય જોઈ શકયા નથી. આ કેટલાક ઑનરેબલ મેમ્બરોએ પણ કબૂલ કર્યું હતું કેમ કે તેઓ બોલેલા કે બીજી કલમ હોય યા ન હોય તેની કંઈ ફિકર નહીં, કેમ કે તે વોટ તો થોડી મુદતમાં ઊડી જવાના. આ તો ખુલ્લું દેખાય છે.

૨૦. સાઉથ આફ્રિકાના દેશીઓની સાથે આપ નામદારના અરજદારનો મુકાબલો કરવાની જે ઊલટભેર કોશિશ કરવામાં આવી છે તે અરજદારે દિલગીરી ને શરમપૂર્વક જોઈ છે. વારંવાર કહેવામાં આવતું હતું કે ઇન્ડિયન બ્રિટિશ રૈયત છે, તેટલા જ સારુ તેને વોટ આપવો જોઈએ તો તે હક્ક દેશીને વધારે છે તે મુકાબલાનું વિવેચન અરજદાર કરવા માગતા નથી, પણ આપ નામદારનું ૧૮૫૮ના રાણીના ઢંઢેરા તરફ ને આપના પોતાના ઇન્ડિયન પ્રજાના અનુભવ તરફ ધ્યાન ખેંચે છે. ઇન્ડિયન અને નેટિવ બ્રિટિશ રૈયતના રાજ્યકારભારમાં જે દેખીતો તફાવત છે તે બતાવવાની ભાગ્યે જ જરૂર છે..

૨૧. જો બિલ કાયદો થાય તો હાલ ઘણા કેળવાયેલા ઇન્ડિયનો છે કે જેમાંના કેટલાકની સહી આ અરજીમાં છે અને જે પાર્લમેન્ટરી ઇલેકશનમાં વોટ નહીં આપી શકે, અરજદારને પૂરી ખાતરી છે કે આપ નામદાર જે બિલથી આવો અન્યાય રાણીની રૈયતના કોઈ પણ ભાગને થાય તેવું બિલ મંજૂર કરવાની સલાહ નહીં આપો.

૨૨. ૧૮૯૪ના [૨૭મી] માર્ચ માસના नाताल गवर्नमेन्ट गॅजेटમાં ૧૮૯૩ના ઇન્ડિયન ઈમિગ્રેશન સ્કૂલ બોર્ડના રિપોર્ટમાંથી માલૂમ પડે છે કે ૧૮૯૩ની સાલમાં ૨૬ નિશાળ અને ૨,૫૮૯ ઇન્ડિયન છોકરાઓ ભણતા હતા. આ છોકરાઓ જેમાંના ઘણાખરા કૉલોનીમાં જન્મેલા છે તેઓ યુરોપિયન ઢબ પ્રમાણે ઉછેરાય છે, આગળ જતાં યુરોપિયન કોમના સંબંધમાં ઘણે ભાગે આવે છે અને તેથી યુરોપિયન જેટલા જ ફ્રૅંચાઈઝને વાસ્તે લાયક