આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮
ગાંધીજીનો અક્ષરદેહ


धि परफेक्ट वे(પૂર્ણ માર્ગ)ને અમે જ્ઞાનના પ્રકાશ વડે સૌથી વધારે પ્રકાશિત અને ઓગણીસમા સૈકામાં પ્રસિદ્ધ થયેલું વધારેમાં વધારે ઉપયોગી પુસ્તક લેખીએ છીએ.”

- ग्नोस्टिक(યુ. સ્ટે. ઑફ અ.)

 

મો. ક. ગાંધી

 

ધિ એસોટેરિક ક્રિશ્ચિયન યુનિયન અને

 

ધિ લંડન વેજિટેરિયન સોસાયટીના એજન્ટ


  [મૂળ અંગ્રેજી]

  धि नाताल एडवर्टाइझर, ૨–૨–૧૮૯૫



૪૭. મુસ્લિમ કાનૂન

[૧૮૯૫ની સાલના માર્ચ માસની ૨૨મી તારીખના धि नाताल विटनेसના અંકમાં નીચે મુજબનો હેવાલ પ્રસિદ્ધ થયો :

હસન દાઉજી વસિયતનામું કર્યા વગર જે મિલકત મૂકી ગયા તેને વિષેનો માસ્ટર - (અદાલતના અમલદાર)નો રિપોર્ટ મંજૂર રાખવાને મિ. તથમે ગઈ કાલે વડી અદાલતને અરજ ગુજારતાં કહ્યું કે બૅરિસ્ટર મિ. ગાંધીએ તૈયાર કરેલી વહેંચણીની યોજના રિપોર્ટમાં આમેજ કરવામાં આવી હોઈ તે મુસ્લિમ કાનૂન મુજબ ધડવામાં આવી છે.

સર વૉલ્ટર રૅગ[૧] : આને વિષે એક જ વાત કહેવાની કે મિ. ગાંધી મુસ્લિમ કાનૂન વિષે કશું જાણતા નથી. એક ફ્રેંચમેન મુસ્લિમ કાનૂન વિષે જેટલો અજાણ હોય તેટલા જ તે પણ છે. તેમણે જે કંઈ જાણાવ્યું છે તે માટે તમારી માફક તેમને પણ કોઈક ચોપડીનો આધાર લેવો પડે; તેમનું પોતાનું એવું આ બાબતમાં તેમને કશું જ્ઞાન ન હોય.

મિ. તથમે જણાવ્યું કે વહેંચણીની યોજના મોલવીઓ પાસેથી અને મિ. ગાંધી પાસેથી મેળવવામાં આવી છે. બીજે કયાંથી તે મેળવી શકાય? નિષ્ણાતો પાસેથી જેટલો પુરાવો મળી શકે તે બધો અમે ઉપયોગમાં લીધો છે.

સર વૉલ્ટર રૅગ : મિ. ગાંધી જે હિસ્સો મરનારના ભાઈને મળવો જોઈએ એમ કહે છે તે મુસ્લિમ કાનૂન મુજબ ગરીબોને જવો જોઈએ. મિ. ગાંધી હિંદુ હોઈ અલબત્ત, પોતાના ધર્મ વિષે જાણે છે, પણ મુસ્લિમ કાનૂનની બાબતમાં તે કશું જાણતા નથી.

મિ. તથમ : મિ. ગાંધીનો અભિપ્રાય સ્વીકારવો કે મોલવીઓનો સ્વીકારવો એ આપણી સામેનો સવાલ છે.

સર વૉલ્ટર રૅગ : તમારે મોલવીઓનો અભિપ્રાય સ્વીકારવો. ભાઈ (મરનારનો) બતાવી શકે કે પોતે ગરીબોનો પ્રતિનિધિ છે તો તેનો મિ. ગાંધીએ જણાવ્યું છે તે મુજબનો ૫/૨૪ મા હિસ્સાનો હક થાય.

ઉપરના હેવાલનું વિવેચન કરતાં ગાંધીજીએ નીચે પ્રમાણે લખ્યું : ]



  1. વડી અદાલતના નયાયાધીશ