આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮
મુસ્લિમ કાનૂન


ડરબન

 

માર્ચ ૨૩, ૧૮૯૫

  શ્રી તંત્રી  

धि नाताल विटनेस

સાહેબ,

તમારા અખબારના ચાલુ માસની ૨૨મી તારીખના અંકમાં મુસ્લિમ કાનૂનના એક મુદ્દાની બાતબમાં સર વૉલ્ટર રૅગ અને મિ. તથમ વચ્ચે ચાલેલા સંવાદનો જે હેવાલ પ્રગટ થયો છે તેને વિષે ન્યાયના હિતમાં થોડું કહેવાની તમે મને પરવાનગી આપશો એવો મને વિશ્વાસ છે.

મારે મારા બચાવમાં ઊતરવું છે એટલા માટે નહીં પણ સર વૉલ્ટર રૅગ માટે પૂરેપૂરું માન હોવા છતાં હું માનું છું કે વડી અદાલતનો ચુકાદો મુસ્લિમ કાનૂન વિષેની ભૂલભરેલી દૃષ્ટિના આધાર પર રચાયેલો હોઈ હિંદી સંસ્થાનવાસીઓના મોટા ભાગને ઊંડી અસર કરે છે તેટલા કારણસર મેં તમારા વિવેક પર દબાણ કરવાની હિંમત કરી છે.

હું મુસલમાન હોત તો જેની એકમાત્ર લાયકાત પોતે મુસલમાન જન્મયો હોવાની છે તેવા મુસલમાન પાસે ન્યાય કરાવતાં મને ઘણો ખેદ થાત. મુસલમાનોને મુસ્લિમ કાનૂનનું સ્વયંસ્કુરણાથી જ્ઞાન હોય છે અને કોઈ બિનમુસ્લિમે મુસ્લિમ કાનૂનના કોઈ પણ મુદ્દા પર અભિપ્રાય આપવાનું સાહસ કદી ન વહોરવું એ એક નવું દર્શન છે!

(તમારો હેવાલ સાચો હોય તો) મરનારનો ભાઈ “પોતે ગરીબોનો પ્રતિનિધિ છે એમ દર્શાવી આપે” તે પછી જ પોતાના ૫/૨૪મા હિસ્સાનો હકદાર થાય એવો ચુકાદો મને ડર છે કે મુસ્લિમ કાનૂનનો હિંદમાં વહીવટ કરવામાં આવે છે અને કુરાનમાં તે પ્રગટ થયો છે તે મુજબના તે કાનૂનના મૂળ પ્રયોજનને ઊંધું વાળનારો છે. મૅકનેટનના महोमेडन लॉ (મુસ્લિમ કાનૂન) પુસ્તક (જેને વિષે સાથે સાથે મારે જણાવવું જોઈએ કે તેનું સંપાદન એક બિનમુસ્લિમ હિંદીએ કરેલું હોઈ હિંદથી પાછા ફર્યા બાદ મેસર્સ બિન્સ અને મૅસને પ્રસિદ્ધ કરેલા પોતાના હેવાલમાં તેને એ કાયદા પરના ઉત્તમમાં ઉત્તમ ગ્રંથ પૈકીના એક તરીકે ગણાવેલું છે)નાં વારસાહક પરનાં પ્રકરણો હું કાળજીથી જોઈ ગયો છું અને તેની સાથે એ વિષયને લગતો કુરાનનો ભાગ પણ મેં જોયો છે પણ તેમાંથી એકેમાં મરનાર મુસ્લિમની વારસામાં જતી મિલકતના કોઈ પણ ભાગ પર ગરીબોનો હક હોય છે એવી મતલબનો એક શબ્દ સરખો મારા જોવામાં આવ્યો નથી. કુરાન તેમ જ ઉપર બતાવેલું પુસ્તક તે કાનૂન પર પ્રમાણ હોય તો પ્રસ્તુત દાખલામાં ગરીબોને જેના પર હક હોય એવો એક પણ હિસ્સો નથી એટલું જ નહીં, જેને અંગે વસિયતનામું ન થયું હોય એવી વારસામાં જતી મિલકતના કોઈ પણ હિસ્સા પર ગરીબોને કોઈ પણ સંજોગોમાં કશો હક હોતો નથી. એ કાયદા મુજબ ભાઈ (ખરું કહેતાં સાવકો ભાઈ) કંઈ પણ મેળવે છે ત્યારે खुदना हकथी ले छे અને भाई होवाने कारणे લે છે એવું હું દર્શાવી આપી શકીશ એવી મને આશા છે.

સંભવ છે કે નામદાર ન્યાયાધીશ વારસાહકની વાત કરતા હતા ત્યારે ખરેખર પણ અજાણતામાં જે હરેક મુસલમાનની ફરજ છે તે દાન આપવાની એટલે કે ખેરાતની વાતના ખ્યાલમાં હતા. ખેરાત એ લોકોના ધર્મનો એક સિદ્ધાંત છે, પણ મુસલમાન પોતાની હયાતીમાં ખેરાત કરવાના જે સિદ્ધાંતને અનુસરે છે તે વારસાની વહેંચણીના દાખલામાં લાગુ પડતો નથી. પોતાની