આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૯
શાકાહારી મિશનરીઓની મંડળી


દાક્તરે સલાહ આપી હોય તે સિવાય એ લોકો દારૂ જેવાં કેફી પીણાં પીતા નથી, તેમનામાંથી કોઈ પોતાના અંગત ઉપયોગને સારુ પૈસા રાખી શકતો નથી. બધા સરખા ગરીબ અથવા સરખા તવંગર છે. આખી જગ્યાનો તસુએ તસુ અમને જોવા દેવામાં આવ્યો તોપણ કયાંયે કપડાં રાખવાને માટેનાં કબાટો, ખાનાંવાળાં કબાટો અથવા મોટી પેટીઓ અમારા જોવામાં ન આવ્યાં. કામકાજને માટે પરવાનગી મળી હોય તે સિવાય તેમનામાંનું કોઈ વસાહતની હદ બહાર જઈ શકતું નથી. તે લોકો અખબારો અગર ધાર્મિક ન હોય તેવાં પુસ્તકો વાંચતા નથી. ધાર્મિક પુસ્તકો પણ તેમને પરવાનગી આપવામાં આવે તે જ તેઓ વાંચે છે. મોંમાં ચૂંગી સાથે પહેલો જે મિત્ર અમને મળેલો તેને અમે પોતે ટ્રૅપિસ્ટ છે કે શું એવો સવાલ કર્યો તેના જવાબમાં આવા કઠોર દમનવાળા જીવનને કારણે તેણે જણાવ્યું કે “વાત છોડો, હું ટ્રૅપિસ્ટ સિવાય બીજું જે કંઈ કહો તે છું.” છતાં એ ભલાં ભાઈઓ તેમ જ બહેનોમાંથી કોઈને એવું લાગતું જણાતું નહોતું કે પોતાનું જીવન કયાંક ભારે અગવડમાં ગાળવું પડે છે.

પ્રૉટેસ્ટંટ પંથના એક પાદરીએ પોતાના શ્રોતાઓને એક વાર કહેલું કે રોમન કૅથલિકો નબળા, માંદલા અને સોગિયા હોય છે. હવે, ટ્રેપિસ્ટો કેથલિકો કેવા હોય તેનું માપ હોય તો ઊલટું તેઓ તંદુરસ્ત અને ખુશમિજાજ હોય છે. અમે જયાં જયાં ગયા ત્યાં ત્યાં અમને ભાઈ કે બહેન મળ્યાં હશે તેણે ઊજળા સ્મિત વડે અને નીચા વળીને નમસ્કાર કરી અમને આવકાર્યા હતા. પોતે જેને મૂલ્યવાન માનતો હતો તે જીવનપદ્ધતિ વિષે અમારી સાથેનો ભોમિયો લંબાણથી વાતો કરતો હતો તેને સ્વેચ્છાથી સ્વીકારેલાં વ્રતો, નિયમો વગેરે સહન ન થઈ શકે એટલાં કઠોર લાગતાં હોય એવું દેખાતું નહોતું. અમર શ્રદ્ધાનો અને પૂરેપૂરા, નામનીયે શંકા ઉઠાવ્યા વગરના આજ્ઞાંકિતપણાનો વધારે સારો દાખલો બીજે કયાંયે શોધતાં માંડ મળે.

તેમનું ભોજન સાદામાં સાદું છે તો તેમનાં જમવાનાં ટેબલ અને સૂવાના ઓરડા જરાયે ઓછા સાદા નથી.

એ પૈકી જમવાનાં ટેબલ વસાહત પર જ લાકડાનાં બનાવવામાં આવે છે અને તેમના પર વાર્નિશ સરખું લગાડતા નથી. જમવાના ટેબલ પર તેઓ તેમને ઢાંકવાને કપડું પાથરતા નથી. તેમનાં છરી અને કાંટા ડરબનમાં સસ્તામાં સસ્તાં મળે તે લાવે છે. કાચનાં વાસણોને બદલે તેઓ એનેમલનાં વાપરે છે.

સૂવાના ઓરડાને સારુ તેનો એક મોટો ખંડ છે (જે રહેનારાની સંખ્યાના પ્રમાણમાં મોટો ન કહેવાય) અને તેમાં ૮૦ પથારીઓ છે. પથારીઓ માટે મળે તેટલી બધી જગ્યા ઉપયોગમાં લેવાય છે.

સ્થાનિક વતનીઓના રહેઠાણમાં પથારીઓની બાબતમાં તેમણે કમાલ કરી છે. તે લોકોને માટેના સૂવાના ખંડમાં દાખલ થતાંની સાથે ત્યાંની ભીડ અને ગરમ બંધિયાર હવા અમારા ધ્યાનમાં આવી. પથારીઓ બધી એકબીજીની સાથે જોડેલી હોઈ માત્ર એક એક પાટિયાંથી અલગ પાડવામાં આવી છે. માંડ ચાલી શકાય એટલી જગ્યા પણ ફાજલ નહોતી.

એ લોકો વર્ણભેદમાં માનતા નથી. આ સ્થાનિક વતનીઓની સાથે ગોરાઓની સાથે લેવામાં આવે છે તે જ ઢબે કામ લેવામાં આવે છે. એ બધાં મોટે ભાગે બાળકો છે. ભાઈઓને જેવો આપવામાં આવે છે તેવો જ ખોરાક તેમને પણ મળે છે અને તેમનો પહેરવેશ પણ ભાઈઓના જેવો જ હોય છે, સામાન્યપણે કહેવામાં આવે છે અને તે વાતમાં થોડું તથ્ય પણ છે કે કાફરા (આફ્રિકાના અસલ આદિવાસી વતની)ને ઈસુનો સારો અનુયાયી બનાવવાની વાત સફળ થઈ