આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૮
ગાંધીજીનો અક્ષરદેહ

આફ્રિકાને સારુ અનિવાર્યપણે જરૂરનો છે એટલું દર્શાવ્યા બાદ ૧૮૯૩ની સાલના સપ્ટેમ્બર માસની ૧પમી તારીખનું धि नाताल एडवर्टाइझर આ પ્રમાણે બખાળો કાઢે છે:

હિંદી વેપારીને દબાવી દેવાને અને બની શકે તે ફરજ પાડવાને જેટલાં વહેલાં પગલાં લેવાય તેટલાં સારાં. એ જ લોકો સમાજના ખુદ મર્મ કોરી ખાનારો અસલ કીડો છે.

૨૪. વળી, ટ્રાન્સવાલની સરકારનું મુખપત્ર પ્રેસ આ સવાલની ચર્ચા કરતાં કહે છે કે “એશિયાવાસીઓનું આક્રમણ રોકવામાં નહીં આવે તો નાતાલ અને કેપ કૉલોનીના ઘણા ભાગોમાં યુરોપિયન દુકાનદારો પાયમાલ થઈ ભોંય ભેગા થયા છે તેમ અહીં પણ તેમને માટે બીજો આરો નથી.” ઉપરનો આખોયે લેખ રસિક વાચન પૂરું પાડે છે અને દક્ષિણ આફ્રિકામાં રંગવાળા લોકો તરફની યુરોપિયનોની લાગણીનો સારો નમૂનો છે. તેનો આખો સૂર હરીફાઈને કારણે પેદા થતા ડરનો હોવા છતાં તેમાં નીચેનો એક લાક્ષણિક ફકરો છે :

આપણે આ લોકોના ધસારાથી ઘસડાઈ જવાના હોઈશું તો યુરોપિયનો મારફતે વેપારનો વ્યવહાર અશકય બનશે અને જેમનામાં ચાંદી અને રક્તપિત્ત જેવા રોગ સામાન્ય છે અને બિહામણી કુરૂપ અનીતિ સાધારણ ક્રમ છે એવા ગંદા નાગરિકોના મોટા સમુદાય સાથેના ઘાડા સંપર્કથી આધું ન રહી શકે એવા ભયંકર જોખમને બધાએ તાબે થવાનું રહેશે.

૨૫. અને છતાં આ અરજની સાથે જોડવામાં આવેલા પ્રમાણપત્રમાં ડૉ. વીલ પોતાનો પુખ્ત અભિપ્રાય આપે છે કે “ઊતરતામાં ઊતરતા વર્ગના ગોરાના કરતાં ઊતરતામાં ઊતરતા વર્ગનો હિંદી વધારે સારી રીતે, વધારે સારા રહેઠાણમાં અને સુખાકારીને માટેના ઇલાજનું વધારે ધ્યાન રાખીને રહે છે” (પરિ. ૧).

૨૬. વળી, ડૉકટર નેાંધે છે કે જયારે “હરેક પ્રજાનો એક કે એકથી વધારે માણસ કોઈ ને કોઈ વખતે ચેપી રોગના દરદીઓની ઈસ્પિતાલમાં હતો પરંતુ એક પણ હિંદી તેમાં નહોતો.” આની સાથે વધારામાં જોહાનિસબર્ગના બે દાક્તરોનો એવી મતલબનો પુરાવો છે કે “હિંદીઓ પોતાના જેવા જ દ૨જજાના યુરોપિયનો કરતાં કોઈ પણ રીતે ઊતરતા નથી.” (પરિ, ૨ અને ૩).

૨૭. અા વાદાવાદમાં તમારા અરજદારોએ ઉઠાવેલા મુદ્દાના વિશેષ સમર્થનમાં હિંદીઓને પક્ષે જેવી જોઈએ તેવી ન્યાયી રીતે રજૂ કરનારો ઉતારો ૧૮૮૯ની સાલના केप टाइम्स અખબારના એપ્રિલ માસની ૧૩મી તારીખના અંકના અગ્રલેખમાંથી ટાંકવાની તમારા અરજદારો છૂટ લેવા ચાહે છે.

હિંદી અને આરબ વેપારીઓની કરણીને વિષે સવારનાં અખબારોમાં પ્રસંગોપાત્ત પ્રગટ થતા ફકરાઓ પરથી થોડા વખત પહેલાં ટ્રાન્સવાલની રાજધાનીમાં 'કુલી વેપારી' સામે જે બુમરાણ મચ્યું હતું તેની યાદ આવે છે.

હિંદી વેપારી સાહસનું રોચક વર્ણન બીજા અખબારમાંથી ઉતાર્યા બાદ તે અગ્રલેખમાં આગળ કહ્યું છે :

આ પ્રકારે યાદ આપવામાં આવે છે ત્યારે થોડા વખતને સારુ થોભી જઈ આબરૂદાર અને તનતોડ મહેનત કરવાવાળા લોકોના સમુદાયનો ઉલ્લેખ કરવાને માટે માફી મેળવવાની અપેક્ષા સહેજે રાખી શકાય કેમ કે તેમની સ્થિતિને વિષે એવી ગેરસમજ ફેલાયેલી છે કે તેઓ કયા, રાષ્ટ્રની પ્રજા છે એ વાત વીસરી જવાય છે અને તેમને એવા નામથી