આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૩
લૉર્ડ રિપનને અરજી

સામાન્ય અભિપ્રાય એવો બંધાયો છે કે સ્થાનિક સંજોગો પૂરતા સુધારાવધારા સાથે એ સવાલનો સમાન પાયા પર નિવેડો લાવવો રહેશે.

૩૭. અત્યાર સુધીમાં જે લાગણી व्यक्त थई छे તે હિંદીને કાફરાની સ્થિતિએ ઉતારી મૂકવાની છે. પણ સામાન્ય લાગણી જે એટલા જોરથી વ્યક્ત થઈ નથી છતાં યુરોપિયન લોકોના મોભાદાર વિભાગની કયાંક કયાંક અખબારોમાં પ્રગટ થઈ છે તે તેનાથી તદ્દન ઊલટી છે.

૩૮. નાતાલ સંસ્થાને દક્ષિણ આફ્રિકાનાં બીજાં રાજ્યોને એક 'કુલી' પરિષદને માટે નિમંત્રણો આપ્યાં છે. અહીં 'કુલી' શબ્દ સરકારી રાહે ઉપયોગમાં લેવાયો હોઈ વ્યક્ત થયેલી લાગણી હિંદીઓની સામે કેવી ઉગ્રપણે ફેલાયેલી છે અને કરી શકાય એમ હોય તો આ સવાલને અંગે પરિષદ શું કરશે તે બતાવે છે. ટ્રાન્સવાલની સરકારે લવાદ પંચની આગળ પોતાનો દાવો રજૂ કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે 'કુલી' નામ એશિયામાંથી દક્ષિણ આફ્રિકામાં આવનાર कोई पण વ્યક્તિને લાગુ પડે છે.

૩૯. હિંદીઓની સામે દક્ષિણ આફ્રિકામાં આવી ઉગ્ર લાગણી ફેલાયેલી છે. હિતસંબંધ ધરાવનારા લોકો તરફથી ઉપાડવામાં આવેલી ચળવળમાં તે લાગણીનું મૂળ રહેલું છે (એવું ઉપર પૂરતા પ્રમાણમાં દર્શાવી આપવામાં આવ્યું હોવાની આશા છે), એવી લાગણી બધા યુરોપિયનોમાં હરગિજ નથી એ બીના જાહેર છે. દક્ષિણ આફ્રિકામાં પૈસો એકઠો કરી લેવાની સૌ લોકો વચ્ચે પડાપડી ચાલી રહેલી છે, લોકોની નીતિની સ્થિતિ ખાસ ઊંચા પ્રકારની નથી, હિંદીઓના રિવાજો વિષે હડહડતી અવળી રજૂઆતો થાય છે અને તેને પરિણામે તેમને માટે ખાસ અલગ કાયદાકાનૂનો કરવામાં આવે છે, ત્યારે તમારા અરજદારોની સામે કરવામાં આવતાં નિવેદનો અને હિંદી સવાલના નિવેડાની દરખાસ્તો સ્વીકારતાં પૂરેપૂરી સાવચેતી રાખવાને તમો નામદારને વિનંતી કરતાં કંઈ વધારેપડનું થતું નથી એમ તમારા અરજદારો સૂચવે છે.

૪૦. તમારા અરજદારો તમો નામદારને એ વાત પણ વિચારણામાં લેવા આગ્રહ કરે છે કે ૧૮૫૮ની સાલનો ઢંઢેરો તમારા અરજદારોને નેક નામદાર શહેનશાહબાનુના બીજા પ્રજાજનો જે હક અને અધિકારો ભોગવે છે તે બધા ભોગવવાને હકદાર જાહેર કરે છે એટલું જ નહીં, તમો નામદારે મોકલેલા ખરીતા મુજબ તમારા અરજદારોને તેમની સાથે તે પ્રકારનો વહેવાર રાખવામાં આવશે એવી ખાસ બાંયધરી પણ આપવામાં આવી છે. ખરીતામાં કહ્યું છે:

નેક નામદાર શહેનશાહબાનુની સરકાર ઇચ્છે છે કે નેક નામદાર શહેનશાહબાનુના હિંદી પ્રજાજનોની સાથે નેક નામદારના બીજા બધા પ્રજાજનોના જેવો સરખાપણાથી વહેવાર થવો જોઈએ.

૪૧. વળી, આ સવાલ દક્ષિણ આફ્રિકા પૂરતો સ્થાનિક નથી; પણ તમારા અરજદારો સૂચવે છે કે સૌથી વધારે પ્રમાણમાં આખા સામ્રાજ્યનો સવાલ છે. બીજી સંસ્થાનોની અને કરારથી જયાં નેક નામદાર શહેનશાહબાનુના પ્રજાજનો વેપાર વગેરેની સ્વતંત્રતા ભોગવે છે અને જ્યાં નેક નામદાર શહેનશાહબાનુના હિંદી પ્રજાજનો જઈને વસવાટ કરે એવો પણ સંભવ છે તે બધા દેશોની નીતિને આ સવાલનું નિરાકરણ અસર કર્યા વગર અગર દોરવણી આપ્યા વગર રહેશે નહીં. વળી દક્ષિણ આફ્રિકામાં રહેતી ઘણી મોટી વસ્તીને પણ એ સવાલ અસર કરે છે, જેઓ દક્ષિણ આફ્રિકામાં ઠરીઠામ થઈ વસવાટ કરીને રહ્યા છે તેમને સારુ તો એ જીવનમરણનો સવાલ છે. તેમની સાથે એકધારો ભેદભર્યો વહેવાર ચલાવી તેમની રંજાડ થતી રહેશે તો તેમની અવનતિ