પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૧૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૩
તારીખવાર વૃત્તાંત


નવેમ્બર : બ્લેવેટ્સ્કી અને એની બેસંટની ઓળખાણ કરાવવામાં આવી; પણ થિયૉસૉફિકલ સોસાયટીના રીતસરના સભ્ય બનવા ના પાડી.
ડિસેમ્બર : લંડનની મેટ્રિકની પરીક્ષા આપી પણ નાપાસ થયા. વર્ષ દરમિયાન થિયૉસૉફીની અસરને કારણે સારા પ્રમાણમાં થિયૉસૉફીનું અને બીજું ધાર્મિક સાહિત્ય વાંચવા પ્રેરાયા. જેમાં એડવિન આર્નૉલ્ડનું धि सोंग सेलेश्चिल અને धि लाईट ऑफ एशिया, મૂળ ભગવદ્ગીતા અને બાઇબલનો સમાવેશ થાય છે, ખ્રિસ્તી દેવળની પ્રાર્થનામાં હાજરી આપી અને ડૉ. જૉસેફ પાર્કર જેવા વિખ્યાત ધર્મોપદેશકોનાં પ્રવચન સાંભળ્યાં.

૧૮૯૦

આ વર્ષની શરૂઆતમાં માંચેસ્ટરના धि वेजिटेरियन मेसेंजर અને લંડનના धि वेजिटेरियन પત્રો વિષે અને ત્યાંનાં શાકાહારી મંડળો વિષે માહિતી મળી. જોશિયા ઓલ્ડફિલ્ડ સાથે અાંતરરાષ્ટ્રીય શાકાહારી સભામાં હાજરી આપી. સાદાઈથી રહેવાનું શરૂ કર્યું; ખોરાકના અખતરા ચાલુ રાખ્યા; થોડા સમય માટે શાકાહારીઓની ક્લબ ચાલુ કરી જેમાં જોશિયા ઓલ્ડફિલ્ડ પ્રમુખ, એડવિન આર્નોલ્ડ ઉપ-પ્રમુખ અને પોતે સેક્રટરી તરીકે હતા.
જૂન : મેટ્રિકની પરીક્ષા પસાર કરી
સપ્ટેમ્બર ૧૯ : શાકાહારી મંડળમાં જોડાયા અને કારોબારી કમિટીના સભ્ય બન્યા.

૧૮૯૧

જાન્યુઆરી ૩૦: ચાર્લ્સ બ્રૅડલૉની સ્મશાનયાત્રામાં હાજર રહ્યા. એમના નાસ્તિકવાદની એમના ઉપર અસર ન પડી, ઊલટું બેસંટનું हाउ आई बीकेईम ए थियॉसॉफिस्ट (હં બ્રહ્મવિદ્યાવાદી કેવી રીતે બની) પુસ્તક વાંચતાં એના પ્રત્યેની અરુચિ મજબૂત બની.
ફેબ્રુઆરી ૨૦: શાકાહારી મંડળની સભામાં સૌથી પહેલું ભાષણ કર્યું. એમાં ડૉ. એલીસન પોતે સંતતિનિયમન વિષે શુદ્ધિવાદીઓના મત વિરુદ્ધનો મત ધરાવતા હોવા છતાં, તેમના મંડળના સભ્ય બનવાના દાવાના બચાવમાં ગાંધીજી બોલ્યા, જયારે તેઓ પોતે એ મત ધરાવતા નહોતા.
ફેબ્રુઆરી ૨૧ : धि वेजिटेरियनમાં એક લેખ લખી દારૂને “માણસ જાતનો શત્રુ, સંસ્કૃતિનો શાપ” તરીકે વર્ણવ્યો.
માર્ચ ૨૬ : લંડનની થિયૉસૉફિકલ સોસાયટીના સાથી-સભ્ય તરીકે નામ નોંધાયું.
મે ૧ : શાકાહારી મંડળોના સંયુક્ત સંઘ (ફેડરલ યુનિયન ઑફ વેજિટેરિયન સોસાયટીઝ)ની સભા માટેના શાકાહારી મંડળના પ્રતિનિધિ તરીકે નિમાયા.
જૂન ૧૦: બૅરિસ્ટર બન્યા.
કાયદાના અભ્યાસ દરમિયાન દાદાભાઈ નવરોજીનાં ભાષણોમાં હાજરી આપી, પ્રામાણિકતા અને ઉઘમના ગુણો ઉપર ભાર મૂકતાં ફ્રેડરિક પિકટના ઉપદેશથી વકીલાતના ધંધાની સફળતા અંગે એમનામાં આશા પ્રગટી.
જૂન ૧૧ : હાઈકોર્ટમાં બૅરિસ્ટર તરીકે નામ નોંધાવ્યું.
જન ૧૨ : હિંદ જવા રવાના થયા.
જુલાઈ પ-૯: મુંબઈ પહોંચ્યા અને તેમનાં માતુશ્રીના અવસાનના સમાચાર જાણતાં ભારે શોકમાં ડૂબ્યા, ઝવેરી, કવિ અને સંત રાજચંદ્ર (રાયચંદભાઈ)ને મળ્યા. જેમને પાછળથી તેઓ