પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૨૭

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮૬
ગાંધીજીનો અક્ષરદેહ
અને નાગરિકો ઉપર નહીં લદાતા હોય એવા કરોમાંથી મુક્તિ મેળવી આપી.

હૉફમેયર, ૩૨ સભ્યોના આફ્રિકન્ડર પક્ષના નેતા તરીકે સંસદમાં ચૂંટાઈ આવ્યા; નાતાલની વિધાનપરિષદે, સંસ્થાનની એશિયાઈ વસ્તીને અસરકારક નિયંત્રણમાં લાવવાને માટે સૌથી સારો પ્રબંધ કરવા માટે એક કમિશન નીમવાનું નક્કી કર્યું.
ટ્રાન્સવાલમાં નિયંત્રણ મૂકનારા કાનૂનો બનાવવા માટેની પ્રજાવર્ગની માગણીને સમ્રાજ્ઞીની સરકાર આગળ રજૂ કરવામાં આવી.

૧૮૮૫ એશિયાઈઓને લોકેશનોમાં અલગ રાખવાની યુરોપિયનોની માગણી ધ્યાનમાં લઈને,

ટ્રાન્સવાલમાં એશિયાઈ હકોને નિયંત્રિત કરતો ૧૮૮૫નો ત્રીજો કાનૂન સમ્રાજ્ઞી સરકારની સંમતિથી બનાવવામાં આવ્યો. જસ્ટીસ રૅંગની અધ્યક્ષતામાં નાતાલ સરકારે હિંદી વસાહતી કમિશનની નિમણૂક કરી, કમિશનની તપાસને પરિણામે એવું બહાર આવ્યું કે સંસ્થાનમાંના મોટા ભાગના યુરોપિયનોનો અભિપ્રાય એ વાતની વિરુદ્ધ હતો કે “સ્વતંત્ર હિંદીઓ ખેતીના અથવા વેપારના ધંધામાં હરીફ અથવા સમોવડિયા તરીકે મોજૂદ રહે.”
બિચુઆનાલૅન્ડ બ્રિટિશ સંરક્ષિત રાજય જાહેર થયું અને દક્ષિણના પ્રદેશમાંથી સમ્રાજ્ઞી શાસિત સંસ્થાન રચવામાં આવ્યું.

૧૮૮૬ બિયુઆનાલૅન્ડનો થોડો ભાગ કેપ સંસ્થાન સાથે જોડી દેવામાં આવ્યો.

ટ્રાન્સવાલમાં સોનાની ખાણો મળી આવી.
હિંદીઓ સામેના નાતાલના યુરોપિયનોના આક્ષેપોની તપાસ કરવા એક કમિશન નીમવામાં આવ્યું.
બ્રિટિશ સરકારે એવી ઘોષણા કરી કે ૧૮૮૫ના ત્રીજા કાનૂનમાં ગર્ભિત રહેલી એશિયાઈ વિરોધી ધારાઓનો વિરોધ કરવાનો તેમનો ઈરાદો નથી, પરંતુ તે વેપારના હેતુથી ટ્રાન્સવાલમાં વસવાના હિંદીઓના અધિકારને માન્ય રાખે છે.

૧૮૮૭ ૧૮૮૫નો ત્રીજો કાનૂન સુધારવામાં આવ્યો.

નાતાલ સરકારના તાબામાં મુકાયેલા ઝૂલુલૅન્ડના એક ભાગ ઉપર બ્રિટિશ સરકારનું સાર્વભૌમત્વ જાહેર કરવામાં આવ્યું. કેપ સંસ્થાનમાં સંસદીય મતદાતા નેાંધણી કાનૂન (પાર્લમેન્ટરી વોટર્સ રજિસ્ટ્રેશન ઍકટ) પસાર કરવામાં આવ્યો.
પ્રથમ સંસ્થાન પરિષદે વધારે ઘાડા રાજદ્વારી સંગઠન માટેની યોજનાઓની ચર્ચા કરવાનું નામંજૂર કર્યું.
જોહાનિસબર્ગ અસ્તિત્વમાં આવ્યું.

૧૮૮૮ કાફરો સાથેના વર્ગીકરણનો વિરોધ કરતી અને રસ્તાઓ ઉપર રાત્રે નવ વાગ્યા બાદ

ફરવાની બંધીનો વિરોધ કરતી ટ્રાન્સવાલ સરકારને હિંદીઓએ કરેલી અરજી નામંજૂર કરવામાં આવી.
ઇસ્માઈલ સુલેમાનના કેસથી એ વાત પાકી થઈ ગઈ કે હિંદીઓ લોકેશન સિવાય બીજી જગ્યાએ વેપાર ચલાવી શકે એમ નથી. ઝઘડો ઑરેન્જ ફ્રી સ્ટેટના મુખ્ય ન્યાયાધીશ પાસે તડજોડ માટે રજૂ કરવામાં આવ્યો. એમના ચુકાદામાં ૧૮૮૫ના ત્રીજા કાનૂનનો અમલ કરવાનો સરકારનો હક માન્ય રાખવામાં આવ્યો છે. એમાં અપવાદ એટલો કે અદાલતોને એ કાનૂનનો અર્થ કરવાનો અધિકાર રહે છે.