પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૩૧

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૯૦
ગાંધીજીનો અક્ષરદેહ


નેાંધણી કાનૂન રદ નહીં કરવામાં આવતાં હિંદી આગેવાનોએ સત્યાગ્રહ કરવાનો નિશ્વય

કર્યો.
અાંતર-સંસ્થાનીય કાઉન્સિલ બરખાસ્ત કરવામાં આવી.
ટ્રાન્સવાલમાં હર્ટ્‌ઝોગે અંગ્રેજી અને ડચ ભાષાઓનો ફરજિયાત ઉપયોગ ચાલુ કર્યો. ઝૂલુલૅન્ડમાંનો બળવો દબાવી દેવામાં આવ્યો.

૧૯૦૯ રાષ્ટ્રીય સંમેલને (નેશનલ કન્વેન્શન) સંયુક્ત રાજય કાનૂનનો હેવાલ ખરડાના સ્વરૂપે

તૈયાર કર્યો, જેને બ્રિટિશ પાર્લમેન્ટે દક્ષિણ આફ્રિકા કાનૂન તરીકે માન્ય કર્યો.

૧૯૧૦ દક્ષિણ આફ્રિકાનું સંયુક્ત રાજય અસ્તિત્વમાં આવ્યું. દક્ષિણ આફ્રિકા પક્ષના નેતા

જનરલ બોથાની આગેવાની નીચે પ્રથમ સંયુક્ત પ્રધાનમંડળ રચાયું. એમાં હર્ટ્‌ઝોગ અને સ્મટ્સનો સમાવેશ થયો. હિંદીઓએ ૧૯૦૮ના વસાહતી કાનૂનનો સવિનય ભંગ કર્યો.

૧૯૧૧ દક્ષિણ આફ્રિકા સરકારે મુક્ત હિંદી વસાહતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકયો.

પ્રથમ શાહી પરિષદમાં બોથાની આગેવાની નીચે સંયુક્ત દક્ષિણ આફ્રિકન રાજયના પ્રતિનિધિઓએ હાજરી આપી.
હિંદમાં ગિરમીટિયા મજૂરોની પ્રથા નાબૂદ કરવામાં આવી.

૧૯૧૨ હર્ટ્‌ઝોગ બોથાથી અલગ થઈ ગયા અને તેમણે “દક્ષિણ આફ્રિકા પહેલું, સામ્રાજય

ત્યાર બાદ” એવો નાદ ઉઠાવતો રાષ્ટ્રીય પક્ષ સ્થાપ્યો.
નાણાકીય સંબંધ તપાસ કમિશન.

૧૯૧૩ જમીન કાનૂન (લૅન્ડ એકટ) પસાર થયો.

નાતાલમાં હિંદીઓનો સત્યાગ્રહ. નાતાલની સરહદ ઉપર થઈને ટ્રાન્સવાલમાં મહાન કૂચ. સામાન્ય હડતાળ.
૧૯૧૩નો વસાહતી નિયમન કાનૂન (૧૯૧૩નો ૨૨મો કાનૂન) હિંદી રાહત કાનૂન (ઈન્ડિયન રિલીફ ઍક્ટ) વડે ૩ પાઉન્ડનો કર નાબૂદ કરવામાં આવ્યો. હિંદીઓએ દક્ષિણ આફ્રિકા સરકારના સૉલોમન કમિશનનો બહિષ્કાર કર્યો.
સ્મટ્સ-ગાંધી પત્રવ્યવહાર; માગણીઓ સ્વીકારાતાં લડતનો અંત લાવવામાં આવ્યો. નાણાકીય સંબંધ કાનૂન (૧૯૩૧નો ૧૦મો કાનૂન) અને વસાહતી કાનૂન (૧૯૧૩નો ૧૩મો કાનૂન) પસાર થયા.

૧૯૧૪ સામાન્ય હડતાળ; સંઘોના આગેવાનોને હદપાર કરીને સ્મટ્સે ગેરકાનૂની કાર્ય કર્યું.

હડતાળ ભાંગી પડી.
સ્મટ્સ-ગાંધી સમાધાન, ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી હિંદ જવા રવાના થયા.