પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૩૭

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૯૬
ગાંધીજીનો અક્ષરદેહ

પ્રજાસત્તાક (અથવા ટ્રાન્સવાલ )માં પ્રવેશ, મુસાફરી, વસવાટ, મિલકતની માલિકી અને વેપારની પૂરેપૂરી છૂટની ખાતરી મળતી હતી. બોઅર સરકારે 'દેશીઓ' શબ્દનો અર્થ એવો કરવાનો પ્રયાસ કર્યો કે તેમાં હિંદીઓનો સમાવેશ થઈ જાય પણ બ્રિટિશ સરકારે એ અભિપ્રાયનો અસ્વીકાર કર્યો.

લૉટન એફ. એ. : ડરબનના એક વકીલ જેઓ હિંદીઓ માટે સલાહ આપવાનું અને વકીલાત કરવાનું કામ કરતા હતા. અનેક વાર તેઓ ગાંધીજી સાથે કોર્ટમાં ઊભા રહેતા.

વેડરબર્ન, વિલિયમ : મુંબઈની સિવિલ સર્વિસના સભ્ય તરીકે હિંદમાં ૨પ વર્ષ ગાળ્યાં. નિવૃત્ત થયા બાદ ૧૯૦૦ સુધી બ્રિટિશ પાર્લમેન્ટના સભાસદ. ૧૮૯૩માં કૉંગ્રેસની બ્રિટિશ કમિટીના પ્રમુખ; ૧૯૧૦માં કૉંગ્રેસના પ્રમુખ.

વેબ, આલ્ફ્રેડ : બ્રિટિશ પાર્લમેન્ટના સભ્ય, इन्डिया અનેm બીજા પત્રોમાં વારંવાર દક્ષિણ આફ્રિકાના હિંદીઓને લગતા વિષયો ઉપર લેખો લખતા, કૉંગ્રેસના મદ્રાસ અધિવેશન (૧૮૯૪) વખતે પ્રમુખ અને બ્રિટિશ કમિટીના એક સભ્ય.

વેરૂલમ:' ડરબનથી ૧૯ માઈલને અંતરે આવેલો એક ઐતિહાસિક કસબો. જ્યાં ઘણા ગિરમીટમુક્ત હિંદીઓ વસ્યા હતા.

વેલિંગ્ટન : કેપ સંસ્થાનનું એક શહેર.

વૉક્સરસ્ટ : ડરબનથી ૩૦૮ માઈલને અંતરે આવેલું નાતાલનું નાનું શહેર.

शाकुन्तल : મહાન હિંદી કવિ અને નાટયકાર (આશરે ઈ. સ. ૪૦૦) કાલિદાસનું પ્રખ્યાત સંસ્કૃત નાટક. પા. ૧૧૫ ઉપર ઉતારો આપ્યો છે, એ કડી ૧૭૯૨માં જરમન કવિ ગીથેએ આ નાટકને જે જાણીતી અંજલિ આપી છે તેનું ઈ. બી. ઈસ્ટવિકે કરેલા ભાષાન્તરનું ગુજરાતી છે.

સિડનહામ : ડરબનનું એક પરું.

સેક્ષન વિટાન : “વિટાનાગેમૉટ” શબ્દ ઉપરથી બનાવેલું છે. એનો અર્થ ઍંગ્લો સેક્સન રાજાઓની કાઉન્સિલ જે તેની પાસે તેઓ જે બધી બાબતો લાવતા તે વિષે સલાહ આપતી.

સેલિસબરી: દક્ષિણ રોડેશિયાનું મુખ્ય શહેર.

સોરઠ : સૌરાષ્ટ્રનો એક જિલ્લો.

સ્ટૅગર: ડરબનની ઉત્તરે આવેલું ઐતિહાસિક ગામ.

હંટર, સર વિલિયમ વિલ્સન (૧૮૪૦-૧૯૦૦) : હિંદમાં ૨૫ વર્ષ સુધી રાજદ્વારી સેવાકાર્ય કર્યું; સંખ્યાબંધ પુસ્તકો લખ્યાં જેમાંનું इन्डियन एम्पायर એક છે. ૧૪ ભાગોમાં धि इम्पिरियल गॅझेटिअर ऑफ इन्डियाનું સંપાદન કર્યું, વાઈસરૉયની વિધાનપરિષદના સભ્ય ( ૧૮૮૧– ૧૮૮૭). હિંદમાંથી નિવૃત્ત થયા બાદ કૉંગ્રેસની બ્રિટિશ કમિટીના સભ્ય બન્યા, અને ૧૮૯૦થી હિંદને લગતી બાબતો વિષે धि टाइम्स પત્રમાં લેખો લખ્યા.

હેબર, બિશપ રેજિનાલ્ડ (૧૭૮૩-૧૮૨૬) : કલકત્તાના વડા પાદરી (બિશપ). તે શહેરમાં બિશપ્સ કૉલેજની સ્થાપના કરી. હિંદમાં ઠેકઠેકાણે પર્યટન કર્યું.