આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧. ઈન્ડિયન કૉંગ્રેસ

["એચ" નામથી એક પત્રલેખકે ૧૮૯૫ના સપ્ટેમ્બરની ૨૧ તારીખે धि नाताल मर्क्युरीने એક પત્ર લખ્યો. એમાં જણાવ્યું કે મૅજિસ્ટ્રેટની કોર્ટના એક હિંદી દુભાષિયા જે સરકારી કર્મચારી છે તેનો કૉંગ્રેસ અને તેના કાર્યમાં હાથ છે. "એચે" એવી માગણી કરી કે તેને આવી મેલી રમત રમતો અટકાવવો જોઈએ. ગાંધીજીએ આ પ્રમાણે જવાબ આપ્યો : ]

ડરબન,


સપ્ટેમ્બર ૨૫, ૧૮૯૫


તંત્રીજી,

धि नाताल मर्क्युरी

સાહેબ,

દેખીતી રીતે જ આપના પત્રલેખક "એચ"ને નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસના પ્રારંભ વિષે તેમ જ બીજી બાબતો વિષે પણ ખોટી માહિતી આપવામાં આવી છે. કૉંગ્રેસ સંસ્થા મુખ્યત્વે કરીને શ્રી અબદુલ્લા હાજી આદમના પ્રયાસોથી રચાઈ છે. કૉંગ્રેસની દરેક સભા વખતે હું હાજર રહ્યો છું અને મને માહિતી છે કે કોઈ પણ સભામાં એક પણ સરકારી નોકરે ભાગ લીધો નથી. સંસ્થાના નિયમો તથા અનેક અરજીઓના ખરડા ઘડવાની જવાબદારી સંપૂર્ણ રીતે મારે શિર છે. અરજીઓ છપાઈને કૉંગ્રેસ સભ્યો તથા બીજાઓને વહેંચવા માટે તૈયાર થાય તે પહેલાં તેને એક પણ સરકારી કર્મચારીએ જોઈ સિક્કે નથી.

મો. ક. ગાંધી


માનદ મંત્રી, ના. ઈ. કૉં.


[ મૂળ અંગ્રેજી ]

धि नाताल मर्क्युरी, ૨૭-૯-૧૮૯૫